૯૨ ]
‘‘જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિક દેવ – ધર્મ – લિંગને વંદન કરે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.’’૧
‘‘.....માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે, તે પ્રથમથી જ કુદેવ – કુધર્મ અને કુગુરુનો ત્યાગી થાય. સમ્યક્ત્વના પચીસ મળદોષોના ત્યાગમાં પણ મૂઢદ્રષ્ટિ વા છ અનાયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.’’
‘‘વળી કુદેવાદિના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિ પાપોથી પણ મહાન પાપ છે, કારણ કે એના ફળમાં નિગોદ – નરકાદિ પર્યાય પ્રાપ્ત થાય છે. ત્યાં અનંત કાળ સુધી મહા સંકટ પામે છે તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે.’’
‘‘માટે હે ભવ્ય! કિંચિત્ માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદિનું સેવન ન કર, કારણ કે તેનાથી અનંત કાળ સુધી મહા દુઃખ સહન કરવું પડે છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો યોગ્ય નથી. જૈન ધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી તે મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે.’’
‘‘માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુઃખ – સમુદ્રમાં ડુબાડવા ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. નિંદા – પ્રશંસાદિના વિચારથી શિથિલ થવું યોગ્ય નથી.’’૨
પ્રશ્નઃ — કોઈ તત્ત્વશ્રદ્ધાનીને એ કુગુરુ – સેવનથી કેવી રીતે મિથ્યાત્વ થયું?
ઉત્તરઃ — જેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા કરે નહિ, કારણ કે તે જીવાદિ તત્ત્વોનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિનો નિષેધ કરવાની શ્રદ્ધા કરે છે. વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે; તેથી જેનામાં વીતરાગતા હોય એવા ગુરુને જ ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે પણ જેનામાં १.कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं य वंदए जोदु ।
लज्जाभयगारवदो, मिच्छादिट्ठी हवे सो हु ।।९२।। ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૧૯૧, અધ્યાય ૬.