Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 31 mokshamArgma samyagdarshanni mukhyatA.

< Previous Page   Next Page >


Page 83 of 315
PDF/HTML Page 107 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૯૩

ननु मोक्षमार्गस्य रत्नत्रयरूपत्वात् कस्माद्दर्शनस्यैव प्रथमतः स्वरूपाभिधानं कृतमित्याह

दर्शनं ज्ञानचारित्रात्साधिमानमुपाश्नुते
दर्शनं कर्णधारं तन्मोक्षमार्गे प्रचक्षते ।।३१।।

રાગાદિક હોય તેને નિષેધ્ય જાણી નમસ્કાર કદી પણ કરે નહિ.’’

ભાવાર્થ :મિથ્યાત્વ તે મૂળ પાપ છે. મિથ્યાત્વના પ્રભાવથી બીજા સ્વર્ગ સુધીના દેવો એકેન્દ્રિયમાં ઊપજે છે. અનંતાનંતકાળ ત્રસસ્થાવરોમાં પરિભ્રમણ કરતા ફરે છે.

બારમા સ્વર્ગ સુધીના દેવો પણ મિથ્યાત્વના પ્રભાવથી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઊપજે છે.

માટે મિથ્યાત્વભાવ મહા અનર્થકારી જાણી, સમ્યક્ત્વમાં જ યત્ન કરવો યોગ્ય છે.

(સદાસુખદાસજી કૃત ટીકા, પાનું૫૮ સસ્તી ગ્રંથમાળા.)

ગાથા ૨૮ સમ્યગ્દર્શનના માહાત્મ્યની છે, તેના અનુસંધાનમાં ગાથા ૯ સમ્યગ્દ્રષ્ટિના શુભભાવની છે અને ત્યાર પછીની ગાથા ૩૦ થી ૪૧ સુધીની બધી ગાથાઓ સમ્યગ્દર્શનનો મહિમા બતાવે છે. સમ્યગ્દ્રષ્ટિને તેની ભૂમિકા પ્રમાણે શુદ્ધિ સાથે અશુદ્ધિ હોય છે અને તે અશુદ્ધિમાં શુભભાવની મુખ્યતા હોય છે. ૩૦.

મોક્ષમાર્ગ તો રત્નત્રયસ્વરૂપ છે, તો પછી સૌથી પ્રથમ સમ્યગ્દર્શનના જ સ્વરૂપનું કથન કેમ કર્યું તે કહે છે

મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની મુખ્યતા
શ્લોક ૩૧

અન્વયાર્થ :[दर्शनम् ] સમ્યગ્દર્શન [ज्ञानचारित्रात् ] જ્ઞાન અને ચારિત્ર કરતાં [साधिमानम् उपाश्नुते ] અધિક છે, (ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે) [ततः ] તેથી [दर्शनम् ] સમ્યગ્દર્શન [मोक्षमार्गे ] મોક્ષમાર્ગમાં [कर्णधारम् ] કર્ણધાર (ખેવટિયો) [प्रचक्षते ] કહેવાય છે. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૧૯૮, અધ્યાય ૬.