૯૪ ]
‘दर्शनं’ कर्तु ‘उपाश्नुते’ प्राप्नोति । कं ? ‘साधिमानं’ साधुत्वमुत्कृष्टत्वं वा । कस्मात् ? ज्ञानचारित्रात् । यतश्च साधिमानं तस्माद्दर्शनमुपाश्नुते । ‘तत्’ तस्मात् । ‘मोक्षमार्गे’ रत्नत्रयात्मके ‘दर्शनं कर्णधारं’ प्रधानं प्रचक्षते । यथैव हि कर्णधारस्य नौखेवटकस्य कैवर्तकस्याधीना समुद्रपरतीरगमने नावः प्रवृत्तिः तथा संसारसमुद्रपर्यंतगमने सम्यग्दर्शनकर्णधाराधीना मोक्षमार्गनावः प्रवृत्तिः ।।३१।।
ટીકા : — ‘दर्शनं’ સમ્યગ્દર્શન (કર્તા ) ‘उपाश्नुते’ પ્રાપ્ત છે. કોને? ‘साधिमानं’ – સમીચીનપણાને – ઉત્કૃષ્ટપણાને. કોનાથી? ‘ज्ञानचारित्रात्’ — જ્ઞાન અને ચારિત્રથી (અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર કરતાં ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત છે.) ‘तत्’ – તેથી ‘मोक्षमार्गे’ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગમાં ‘दर्शनं कर्णधारं’ સમ્યગ્દર્શન કર્ણધાર અથવા પ્રધાન ‘प्रचक्षते’ કહેવાય છે. કર્ણધાર (ખેવટિયા)ની નૌકાની જેમ; અર્થાત્ જેમ સમુદ્રમાં બીજે કાંઠે જવામાં નૌકાની (નાવની) પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, તેમ સંસાર - સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપ નાવની પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપ કર્ણધારને (ખેવટિયાને) આધીન છે.
ભાવાર્થ : — જેમ નાવની પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, અર્થાત્ નાવને સમુદ્રના અન્ય તટે લઈ જવામાં ખેવટિયો જ મુખ્ય છે, તેમ સંસાર - સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપી ખેવટિયાને આધીન હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન જ મુખ્ય (ઉત્કૃષ્ટ) છે, અર્થાત્ જ્ઞાન અને ચારિત્રથી સમ્યક્ત્વની ઉત્તમતા છે.
પં. દોલતરામજીએ ‘છઢાળા’માં કહ્યું છે કે —
‘‘સમ્યગ્દર્શન જ મોક્ષ - મહેલની પ્રથમ સીડી છે. તે વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા હોય છે. તે સમ્યક્ (સાચાં) મનાતાં નથી, માટે હે ભવ્ય! પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો.’’
વળી કહ્યું છે કે —