૧૦૨સમાધિતંત્ર
टीका — चिरमनादिकालं मूढात्मानो बहिरात्मानः सुषुप्ता अतीव जडतां गताः । केषु ? कुयोनिषु नित्यनिगोदादिचतुरशीतिलक्षयोनिष्वधिकरणभूतेषु । कस्मिन् सति ते सुषुप्ताः ? तमसि अनादिमिथ्यात्वसंस्कारे सति । एवम्भूतास्ते यदि संज्ञिषूत्पद्य कदाचिद्दैववशाद् बुध्यन्ते तदा ममाहमिति जाग्रति ? केषु ? अनात्मीयात्मभूतेषु – अनात्मीयेषु परमार्थतोऽनात्मीयभूतेषु पुत्रकलत्रादिषु ममैते इति
અનાદિ મિથ્યાત્વના સંસ્કારને લીધે આવા (પ્રકારના) બહિરાત્માઓ થાય છે – તે કહે છેઃ —
અન્વયાર્થ : — (मूढात्मनः) મૂર્ખ અજ્ઞાની જીવો (तमसि) મિથ્યાત્વરૂપી અંધકારવશ (चिरं) અનાદિ કાળથી (कुयोनिषु) નિત્ય નિગોદાદિ કુયોનિઓમાં (सुषुप्ताः) સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. જો કદાચિત્ તેઓ પંચેન્દ્રિય સંજ્ઞી થાય તો (अनात्मीयात्मभूतेषु) ‘અનાત્મીયભૂત’માં એટલે વાસ્તવમાં જે પોતાનાં નથી તેવાં સ્ત્રી – પુત્ર વગેરેમાં (मम) ‘એ મારાં છે’, અને ‘અનાત્મભૂત’માં એટલે શરીરાદિમાં (अहं) હું છું-હું એ રૂપ છું’ (इति जाग्रति) એવો અધ્યવસાય કરે છે.
ટીકા : — ચિરકાલથી – અનાદિ કાળથી મૂઢાત્માઓ એટલે બહિરાત્માઓ સૂઈ રહ્યા છે અર્થાત્ અતિ જડતાને પ્રાપ્ત થયા છે. ક્યાં (સૂઈ રહ્યા છે)? કુયોનિઓમાં અર્થાત્ નિત્ય નિગોદાદિ ચોરાશી લક્ષ યોનિસ્થાનોમાં શું થતાં તે તેમાં સૂતા છે? અંધકાર અર્થાત્ અનાદિ મિથ્યાત્વના સંસ્કાર ( – ને વશ) થતાં (સૂતા છે). એવા થયેલા (સૂતેલા) તે (બહિરાત્માઓ) જો સંજ્ઞી (જીવોમાં) ઉત્પન્ન થઈ કદાચિત્ એટલે દૈવવશાત્ જાગૃત થાય, તો તેઓ ‘મારું – હું’ એવો અધ્યવસાય કરે છે. શામાં? અનાત્મીયભૂતમાં અને અનાત્મભૂતમાં – અર્થાત્ અનાત્મીયમાં એટલે વાસ્તવમાં અનાત્મીયભૂત અર્થાત્ પોતાનાં નથી તેવા પુત્ર – સ્ત્રી આદિમાં ‘એ મારાં છે’ એવું માને છે એટલે એવો અધ્યવસાય કરે છે, અને અનાત્મભૂત જે શરીરાદિ