૧૦૪સમાધિતંત્ર
टीका — आत्मनो देहमात्मसम्बन्धिशरीरं अनात्मचेतसा इदं ममात्मा न भवतीति बुद्ध्या अन्तरात्मा पश्येत् । निरन्तरं सर्वदा । तथा अन्येषां देहं परेषामात्मा न भवतीति बुद्ध्या पश्येत् । किं विशिष्टः ? आत्मतत्त्वे व्यवस्थितः आत्मस्वरूपनिष्ठः ।।५७।।
અન્વયાર્થ : — જ્ઞાનીએ (आत्मतत्त्वे) આત્મસ્વરૂપમાં (व्यवस्थितः) સ્થિત થઈ (आत्मनः देहं) પોતાના શરીરને (अनात्मचेतसा) ‘આ મારો આત્મા નથી’ એવી બુદ્ધિથી (निरंतरं पश्येत्) નિરંતર જોવું – અનુભવવું અને (अन्येषां) બીજા જીવોના શરીરને પણ (अपरात्मधिया) ‘આ બીજાનો આત્મા નથી’ એવી બુદ્ધિથી (पश्येत्) સદા અવલોકવું.
ટીકા : — પોતાના શરીરને એટલે આત્મા સાથે સંબંધ રાખનાર શરીરને, અનાત્મબુદ્ધિએ અર્થાત્ ‘આ મારો આત્મા નથી’ એવી બુદ્ધિએ અન્તરાત્માએ નિરંતર – સર્વદા દેખવું (અનુભવવું) તથા બીજાઓના દેહને, ‘એ પરનો આત્મા નથી’ એવી બુદ્ધિએ જોવું. કેવા થઈને (તેમ કરવું)? આત્મતત્ત્વમાં, વ્યવસ્થિત થઈને એટલે આત્મસ્વરૂપમાં સ્થિત થઈને (તેમ કરવું).
ભાવાર્થ : — જ્ઞાનીએ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને પોતાના શરીરને અનાત્મબુદ્ધિએ નિરંતર જોવું – અનુભવવું અર્થાત્ ‘આ શરીર તે મારો આત્મા નથી’ એવી ભેદબુદ્ધિથી સદા જાણવું. બીજાના શરીરને પણ તેવી ભેદબુદ્ધિથી દેખવું – અર્થાત્ બીજાનું શરીર તે તેનો આત્મા નથી એમ ભેદબુદ્ધિએ સદા દેખવું.
આચાર્ય ઉપદેશરૂપે કહે છેઃ —
‘હે જીવ, તું અનાદિથી શરીરાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ કરી સંસારમાં રખડી દુઃખી થયો, પણ હવે સુખી થવું હોય તો દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં સ્થિર થા, અર્થાત્ બહિરાત્મપણું છોડી દઈ હવે અન્તરાત્મા બન. તારો આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને તારું શરીર તો અચેતન છે. એ તારું સ્વરૂપ નથી, છતાં તું તેને તારો આત્મા માને છે અને