नन्वेवमात्मतत्त्वं स्वयमनुभूय मूढात्मनां किमिति न प्रतिपाद्यते येन तेऽपि तज्जानन्त्विति वदन्तं प्रत्याह —
टीका — मूढात्मानो मां आत्मस्वरूपमज्ञापितमप्रतिपादितं यथा न जानन्ति मूढात्मत्वात् । તેની ક્રિયા તું કરી શકે છે એમ માને છે – એ તારો ભ્રમ છે. એ ભ્રમ હવે છોડી દે અને તારા શરીરને સદા અનાત્મબુદ્ધિએ જો, એટલે કે તે પર છે એમ જો; તે તું છે એવી આત્મબુદ્ધિથી ન જો. તારા આત્માને શરીરાદિથી નિરંતર ભિન્ન અનુભવ કરે, બંનેની એકતાબુદ્ધિ છોડી દે. તું તારા શરીરના સંબંધમાં જેવી ભૂલ કરે છે તેવી જ ભૂલ બીજા જીવોના શરીરના સંબંધમાં પણ કરે છે. તું તેમના શરીરને પણ તેમનો આત્મા માને છે. માટે તેમના આત્માને પણ તેમના શરીરથી ભિન્ન જાણ. શરીરને શરીર જાણ અને આત્માને આત્મા જાણ.
‘સ્વ – સ્વરૂપમાં સ્થિર થઈ જ્યાં સુધી તું સ્વ – પરનું ભેદજ્ઞાન કરીશ નહિ ત્યાં સુધી શરીરાદિ પર પદાર્થો સાથે તારી આત્મબુદ્ધિ – એકતાબુદ્ધિ – મમત્વબુદ્ધિ – કર્તાબુદ્ધિ થયા વગર રહેશે નહિ અને તારા દુઃખનો અંત આવશે નહિ. માટે બહિરાત્મપણું છોડી આત્મસ્વરૂપમાં સ્થિર થા. એ જ સુખનો ઉપાય છે.’ ૫૭.
એવી રીતે આત્મતત્ત્વને સ્વયં અનુભવીને મૂઢ આત્માઓને કેમ સમજાવતા નથી, જેથી તેઓ પણ તે જાણે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — જ્ઞાનીઓ વિચારે છે કે – (यथा) જેમ (मूढात्मानः) મૂર્ખ અજ્ઞાની જીવો (अज्ञापितं) જાણ કરાવ્યા વિના (मां) મને એટલે મારા આત્મસ્વરૂપને (न जानन्ति) જાણતા નથી, (तथा) તેમ (ज्ञापितं) જાણ કરાવ્યા છતાં પણ (न जानन्ति) જાણતા નથી (ततः) તેથી (तेषां) તેમને – એ મૂઢ જીવોને(मे ज्ञापनश्रमः) બોધ કરવાનો મારો પરિશ્રમ (वृथा) વ્યર્થ છે – નિષ્ફળ છે.
ટીકા : — જેમ મૂઢ આત્માઓ મને એટલે આત્મસ્વરૂપને, વગર કહ્યે (વગર