૧૦૬સમાધિતંત્ર तथा ज्ञापितमपि मां ते मूढात्मत्वादेव न जानन्ति । ततः तेषां सर्वथा परिज्ञानाभावात् । तेषां मूढात्मनां सम्बंधित्वेन वृथा मे ज्ञापनश्रमो विफलो मे प्रतिपादनप्रयासः ।।५८।। સમજાવ્યે) મૂઢાત્મપણાને લીધે જાણતા નથી, તેમ કહ્યાં છતાં પણ તેઓ મને (આત્મસ્વરૂપને) મૂઢાત્મપણાને લીધે જ જાણતા નથી; તેથી તેમને સર્વથા પરિજ્ઞાનનો અભાવ હોવાથી તે મૂઢાત્માઓના સંબંધમાં બોધ કરવાનો (તેમને કહેવાનો) મારો શ્રમ વૃથા (વ્યર્થ) છે, અર્થાત્ તેમને તે સ્વરૂપ સમજાવવાનો મારો પ્રયાસ વિફલ (ફોગટ) છે.
ભાવાર્થ : — આત્માનુભવી જ્ઞાની જીવ વિચારે છે કે – જેમ મૂઢ જીવો અજ્ઞાનતાને લીધે વગર સમજાવ્યે આત્મસ્વરૂપ જાણતા નથી, તેમ તેમને આત્મસ્વરૂપ સમજાવવામાં આવે, તોપણ તેઓ મૂઢપણાને લીધે સમજવાના નથી; તેથી તેમને આત્મસ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે; કારણ કે તેમની બાબતમાં સમજાવો કે ન સમજાવો – બેઉ સરખું છે.
જ્ઞાનીઓ મૂર્ખ જીવોને આત્મસ્વરૂપ સમજાવવામાં ઉદાસીન હોય છે, કારણ કેઃ —
(૧) મૂર્ખ જીવો બહિર્મુખ હોય છે. તેમની દ્રષ્ટિ બાહ્ય વિષયો તરફ જ હોય છે. તેમને આત્મસ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા કે રુચિ હોતી નથી. તેઓ સદા વિષયોમાં જ રત હોય છે.
(૨) ‘હું બીજાઓને સમજાવી દઉં’ એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે કોઈ કોઈને સમજાવી શકે નહિ. તેમને બરાબર ખ્યાલમાં છે કે દરેક પદાર્થ પોતપોતાની મર્યાદામાં સ્વયં પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી. તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી.૧ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એવો વિશ્વનો અફર નિયમ છે. તેથી પર સંબંધમાં તેમને બિલકુલ કર્તા – બુદ્ધિ નથી.
(૩) અસ્થિરતાને લીધે જ્ઞાનીને બીજાને સમજાવવાનો કદાચ વિકલ્પ ઊઠે, પણ અભિપ્રાયમાં તેનો નિષેધ છે, કારણ કે ભાષા – વર્ગણાનું પરિણમન વિકલ્પથી નિરપેક્ષ છે – સ્વતંત્ર છે. વિકલ્પના કારણે ઉપદેશ વાણી નીકળે છે એમ તેઓ કદી માનતા નથી.
(૪) મારું સ્વરૂપ તો જાણવું – દેખવું તે જ છે. એ સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. જો કાંઈ કરવાનો વિકલ્પ ઊઠે તો રાગ ઉત્પન્ન થાય. વાણીનો તો હું કદી કર્તા છું જ નહિ અને વાસ્તવમાં વિકલ્પનો પણ કર્તા નથી. ૧. જુઓ – મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૯૨; ૩૦૮