(૫) ચૈતન્યસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છે; વાણી કે વિકલ્પ દ્વારા તે બીજાને સમજાવી શકાય તેવું નથી.
માટે જ્ઞાની મુખ્યતયા બીજાઓને ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં પડતા નથી. તેઓ તો સદા પોતાનું આત્મહિત સાધવામાં જ તત્પર રહે છે. કદાચ ઉપદેશાદિની વૃત્તિ ઊઠે તો તેની મુખ્યતા નથી; તે વખતે પણ તેમને ચૈતન્યસ્વરૂપની જ ભાવના હોય છે.
પરોપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ – એ શુભ રાગ છે. તે આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ છે. માટે આ રાગના વ્યામોહમાં પડી જ્ઞાની કદી આત્મહિત ભૂલતા નથી.
‘‘જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ, વગેરે અનેક પ્રકારનાં છે. તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે.’’૧ ૫૮.
વળીઃ —
અન્વયાર્થ : — (यत्) જેને વિકલ્પાધિરૂઢ આત્મસ્વરૂપને અથવા દેહાદિકને – (बोधियितुं) સમજાવવાને (इच्छामि) હું ઇચ્છું છું (तत्) તે (न अहं) હું નથી અર્થાત્ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. (पुनः) વળી (यत्) જે એટલે જ્ઞાનાનંદમય સ્વયં અનુભવગમ્ય આત્મસ્વરૂપ (अहं) હું છું (तदपि), તે પણ (अन्यस्य) બીજાને (ग्राह्यं न) ગ્રાહ્ય નથી; (तत्) તેથી (अन्यस्य) બીજાને (किं बोधये) હું શો બોધ કરું? ૧. છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ, અરે!