૧૦૮સમાધિતંત્ર
टीका — यद् विकल्पाधिरूढमात्मस्वरूपं देहादिकं वा बोधयितुं ज्ञापयितुमिच्छामि । तन्नाहं तत्स्वरूपं नाहमात्मस्वरूपं परमार्थतो भवामि । यदहं पुनः यत्पुनरहं चिदानन्दात्मकं स्वसंवेद्यमात्मस्वरूपं । तदपि ग्राह्यं नान्यस्य स्वसंवेदनेन तदनुभूयते इत्यर्थः । यत्किमन्यस्य बोधये तत्तस्मात्किं किमर्थं अन्यस्यात्मस्वरूपं बोधयेहम् ।।५९।।
ટીકા : — જેનો, અર્થાત્ વિકલ્પાધિરૂઢ આત્મસ્વરૂપનો અથવા દેહાદિકનો હું બોધ કરાવવા ઇચ્છું છું – જેને સમજાવવા ઇચ્છું છું, તે (તો) હું નથી, અર્થાત્ તે (વિકલ્પાધિરૂઢ સ્વરૂપ) હું નથી – પરમાર્થે આત્મસ્વરૂપ નથી. વળી જે હું અર્થાત્ વળી જે હું ચિદાનન્દમય સ્વસંવેદ્ય આત્મસ્વરૂપ છું; તે પણ બીજાને સ્વયંગ્રાહ્ય (સમજાય તેવું) નથી (કેમ કે) તે સ્વસંવેદનથી અનુભવાય છે – એવો અર્થ છે. તો બીજાને હું શો બોધ કરું? અર્થાત્ તેથી બીજાને હું શા માટે આત્મસ્વરૂપનો બોધ કરું?
ભાવાર્થ : — મૂઢાત્માને આત્મસ્વરૂપનો બોધ આપવો વ્યર્થ છે; કારણ આપતા જ્ઞાની કહે છે કેઃ —
હું બીજાઓને શબ્દો દ્વારા આત્મસ્વરૂપ સમજાવવા ઇચ્છું, તો વિકલ્પ – રાગ ઉત્પન્ન થાય છે અને રાગ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી; અર્થાત્ શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવી શકાય નહિ.
વળી જે આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે તે બીજાને શબ્દો દ્વારા સમજાય તેવું નથી. તે તો કેવળ સ્વસંવેદનથી જ અનુભવમાં આવે તેવું છે. તેથી બીજાને તેનો બોધ કરવો વ્યર્થ છે.
આત્મસ્વરૂપ સ્વસંવેદનગોચર૧ છે. તે શબ્દો દ્વારા કે વિકલ્પ દ્વારા બીજાને સમજાવી શકાય તેવું નથી અને બીજાઓ શબ્દાદિ બાહ્ય સાધનથી તે કદી સમજી શકે પણ નહિ. જેમ મેં સ્વસંવેદનથી આત્માને અનુભવ્યો તેમ બીજાઓ પણ તે સ્વસંવેદનથી જ અનુભવી શકે. માટે બીજાઓને આત્મસ્વરૂપનો બોધ આપવાનો વિકલ્પ છોડી સ્વરૂપમાં સાવધાન રહેવું તે જ યોગ્ય છે. ૫૯. ૧. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.