बोधितेऽपि चान्तस्तत्त्वे बहिरात्मनो न तत्रानुरागः सम्भवति । मोहोदयात्तस्य बहिरर्थ एवानुरागादिति दर्शयन्नाह —
टीका — बहिः शरीराद्यर्थे तुष्यति प्रीतिं करोति । कोऽसौ ? मूढात्मा कथम्भूतः ? पिहितज्योतिर्मोहाभिभूतज्ञानः । क्व ? अन्तरे अन्तस्तत्त्वविषये । प्रबुद्धात्मा मोहानभिभूतज्ञानः अन्तस्तुष्यति स्वस्वरूपे प्रीतिं करोति । किं विशिष्टः सन् ? बहिर्व्यावृत्तकौतुकः शरीरादौ निवृत्तानुरागः ।।६०।।
આત્મસ્વરૂપનો બોધ આપવા છતાં બહિરાત્માને તેમાં અનુરાગ સંભવતો નથી; મોહના ઉદયથી તેને બાહ્ય પદાર્થમાં જ અનુરાગ હોય છે – એમ દર્શાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : — (अन्तरे पिहितज्योतिः) અંતરંગમાં જેની જ્ઞાનજ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ તેવો (मूढात्मा) બહિરાત્મા (बहिः) બાહ્યમાં એટલે શરીરાદિ પર પદાર્થોમાં (तुष्यति) સંતુષ્ટ રહે છે – અનુરાગ કરે છે; પરંતુ (प्रबुद्धात्मा) જેને સ્વરૂપ – વિવેક જાગૃત થયો છે તેવો અન્તરાત્મા (बहिर्व्यावृत्तकौतुकः) બાહ્ય શરીરાદિ પદાર્થોમાં કૌતુક (અનુરાગ) રહિત થઈ (अन्तः) અંતરંગ આત્મસ્વરૂપમાં (तुष्यति) સંતોષ કરે છે.
ટીકા : — બાહ્યમાં એટલે શરીરાદિ પદાર્થમાં તે સંતોષ કરે છે – પ્રીતિ કરે છે. કોણ તે? મૂઢાત્મા (બહિરાત્મા). તે કેવો છે? જેની જ્યોતિ ઢંકાઈ ગઈ છે, અર્થાત્ મોહથી જેનું જ્ઞાન પરાભવ પામ્યું છે. ક્યાં? અંતરંગમાં એટલે અર્ન્ત – તત્ત્વના વિષયમાં. પ્રબુદ્ધાત્મા એટલે જેનું જ્ઞાન મોહથી અભિભૂત થયું નથી (પરાભવ પામ્યું નથી) તેવો (આત્મસ્વરૂપમાં જાગૃત) આત્મા, અંતરંગમાં સંતોષ કરે છે – સ્વ – સ્વરૂપમાં પ્રીતિ કરે છે, કેવો થઈને? બાહ્યમાં કૌતુકરહિત થઈને – શરીરાદિમાં અનુરાગરહિત થઈને (આત્મસ્વરૂપમાં પ્રીતિ કરે છે).
ભાવાર્થ : — જ્ઞાનીને પ્રશ્ન પૂછેલો કે, ‘તમે બહિરાત્માને આત્મસ્વરૂપનો બોધ કેમ કરતા નથી? તેના પ્રત્યુત્તરમાં એમ કહ્યું કેઃ —