૧૧૦સમાધિતંત્ર
(૧) બહિરાત્માઓ વસ્તુસ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. તેઓ એટલા મૂઢ છે કે તેમને બોધ કરો કે ન કરો, તેમને માટે બધું સરખું છે. (જુઓઃ શ્લોક ૫૮)
(૨) આત્મસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છે. તે શબ્દો દ્વારા બીજાને સમજાવી શકાય નહિ અને તે સમજે પણ નહિ, એટલે તેમને બોધ કરવો વ્યર્થ છે. (જુઓઃ શ્લોક ૫૯)
(૩) આ શ્લોક ૬૦માં કહ્યું છેઃ —
અનાદિ મિથ્યાત્વને લીધે બહિરાત્માને સ્વ – પરનું ભેદ – વિજ્ઞાન નથી, તેને આત્મસ્વરૂપનું ભાન નથી; તેથી તે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જ આનંદ માને છે, તેમાં જ અનુરાગ કરે છે, પણ આત્મસ્વરૂપનો મહિમા લાવી તેમાં પ્રીતિ કરતો નથી. તેનું કારણ – અવિદ્યાના ગાઢ સંસ્કારથી તેનું જ્ઞાન મૂર્ચ્છાઈ ગયું છે, આચ્છાદિત થઈ ગયું છે; તે છે.
અન્તરાત્માને વિવેક – જ્યોતિ પ્રગટ થઈ છે, તેથી તેને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં પ્રીતિ નથી. તેમાં તેને ક્યાંય સુખ ભાસતું નથી. તે તરફ તે બહુ ઉદાસીન રહે છે. તે ત્યાંથી હઠી સ્વસન્મુખ થઈ આત્મસ્વરૂપમાં સ્થિત થવા માટે સદા પ્રયત્નશીલ છે. જ્યાં એને આવી જ્ઞાનદશા વર્તતી હોય, ત્યાં બીજાઓને બોધ દેવાનું તેને કેમ ગમે? ન જ ગમે. ૬૦.
કયા કારણે તે (અન્તરાત્મા) શરીરાદિ વિષયમાં ભૂષણ – મંડનાદિમાં અનુરાગરહિત (ઉદાસીન) હોય છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — અન્તરાત્મા વિચારે છે કે — (शरीराणि) શરીરો (सुख – दुःखानि न जानन्ति) સુખ તથા દુઃખને જાણતાં નથી. (तथापि) તેમ છતાં (अबुद्ध्यः) મૂઢ જીવો (अत्र एव) એમાં જ એટલે એ શરીરોમાં જ (निग्रहानुग्रहधियं) નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ (कुर्वते) કરે છે.