टीका — सुखदुःखानि न जानन्ति । कानि ? शरीराणि जडत्वात् । अबुद्ध्यो बहिरात्मनः तथापि यद्यपि न जानन्ति तथापि अत्रैव शरीरादावेव कुर्वते । कां ? निग्रहानुग्रहधियं द्वेषवशादुपवासादिना शरीरादेः कदर्थनाभिप्रायो निग्रहबुद्धिं रागवशात्कटकटिसूत्रादिना भूषणाभिप्रायोऽनुग्रहबुद्धिम् ।।६१।।
ટીકા : — સુખ દુઃખ જાણતાં નથી. કોણ (જાણતાં નથી)? શરીરો જડપણાને લીધે (જાણતાં નથી); બુદ્ધિ વિનાના બહિરાત્માઓ, તેમ છતાં અર્થાત્ (શરીરો) જાણતાં નથી તેમ છતાં, એમાં જ એટલે શરીરાદિમાં જ કરે છે. શું (કરે છે)? નિગ્રહ – અનુગ્રહની બુદ્ધિ (કરે છે) – અર્થાત્ દ્વેષને આધીન થઈ ઉપવાસાદિ દ્વારા શરીરાદિને કૃશ કરવાનો અભિપ્રાય તે નિગ્રહ – બુદ્ધિ અને રાગને આધીન થઈ કંકણ, કટિસૂત્રાદિ વડે (શરીરાદિને) ભૂષિત કરવાનો (શણગારવાનો) અભિપ્રાય તે અનુગ્રહ – બુદ્ધિ (કરે છે).
ભાવાર્થ : — શરીરો અચેતન – જડ છે. તેમને સુખદુઃખ નથી, તેમ જ તેમને જ્ઞાન નથી; તેમ છતાં બુદ્ધિ વિનાના બહિરાત્માઓ દ્વેષવશ ઉપવાસાદિ દ્વારા તેમને (શરીરોને) નિગ્રહ કરવાની અર્થાત્ કૃશ કરવાની બુદ્ધિ કરે છે અને રાગવશ તેમને કંકણ, કટિસૂત્ર (કંદોરો) આદિ વડે વિભૂષિત કરી અનુગ્રહ (કૃપા) કરવાની બુદ્ધિ કરે છે.
બહિરાત્માને દેહાધ્યાસ છે એટલે દેહમાં તેને આત્મબુદ્ધિ છે; તેથી તેને શરીરાદિ વિષે નિગ્રહઅનુગ્રહ બુદ્ધિ રહે છે, પરંતુ અન્તરાત્માને ભેદજ્ઞાન વર્તે છે. તે આત્માને શરીરાદિથી અત્યંત ભિન્ન માને છે. તેને તેની સાથે એકતાબુદ્ધિ નથી, તેથી તેને શરીરાદિ વિષે રાગદ્વેષ કે અનુગ્રહનિગ્રહબુદ્ધિનો શ્રદ્ધામાં અભાવ હોય છે. અસ્થિરતાને લીધે શરીરાદિ શણગારવાનો રાગ આવે, પણ અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી, તેને તે દોષ માને છે, એટલે તે શરીરાદિ પર પદાર્થો પ્રત્યે ઉદાસીન હોય છે.
અજ્ઞાનીઓ માને છે કે શરીરાશ્રિત ઉપવાસ, વ્રત, નિયમાદિથી શરીરને કૃશ કરતાં ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે, વિષયોમાં તેમની પ્રવૃત્તિ અટકી જાય છે અને તેથી રાગ – દ્વેષાદિ થતાં નથી; પણ આ માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે શરીરાશ્રિત૧ ઉપવાસ કરવા, પંચાગ્નિ તપ કરવું, મૌન રાખવું, તાટક કરવું, અનેક યોગ – આસનો કરવાં વગેરે પૌદ્ગલિક જડ ૧. જુઓઃ ‘શરીરાશ્રિત ઉપવાસાદિ માટે ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ ગુ. આવૃત્તિ પૃ. ૨૩૫ અને ૨૪૫.