૧૧૨સમાધિતંત્ર
टीका — स्वबुद्ध्या आत्मबुद्ध्या यावद् गृहणीयात् । किं ? त्रयम् । केषाम् ? कायवाक्चेतसां सम्बन्धमिति पाठः । तत्र कायवाक्चेतसां त्रयं कर्तृ । आत्मनि यावत्सम्बन्धं गृह्णीयत्स्वीकुर्यादित्यर्थः । तावत्संसारः । एतेषां कायवाक्चेतसां भेदाभ्यासे तु आत्मनः सकाशात् ક્રિયાઓ છે. તેનો સંબંધ શરીર સાથે છે, આત્મા સાથે નથી. શરીર જડ છે. તેને સુખ – દુઃખ હોતું નથી. અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ છે, તેથી તે શરીરની જે અવસ્થાઓ થાય છે તે પોતાની (આત્માની) થઈ માને છે, એ તેનો ભ્રમ છે.
વળી અજ્ઞાની મોહવશાત્ વસ્ત્ર – આભૂષણાદિ દ્વારા શરીર ઉપર અનુગ્રહ (ઉપકાર) કરવાની બુદ્ધિ કરે છે, કારણ કે તેને દેહાધ્યાસ છે – શરીરમાં તેને આત્મબુદ્ધિ છે, એટલે તેના પ્રત્યે રાગના કારણે તેવો અનુગ્રહ કરવા ઇચ્છે છે, પરંતુ આ પણ તેનો ભ્રમ છે.
માટે શરીર વિષે નિગ્રહ – અનુગ્રહબુદ્ધિ કરવી તે અજ્ઞાનતા છે. ૬૧.
જ્યાં સુધી શરીરાદિમાં આત્મબુદ્ધિથી પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સંસાર છે. તેના અભાવે મુક્તિ છે. તે દર્શાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : — (यावत्) જ્યાં સુધી (कायवाक्चेतसां त्रयं) શરીર, વચન અને મન – એ ત્રણને જીવ (स्वबुद्ध्या) આત્મબુદ્ધિથી (गृह्णीयात्) ગ્રહણ કરે, (तावत्) ત્યાં સુધી (संसारः) સંસાર છે, (तु) પરંતુ (एतेषां) એ મન – વચન – કાયનો (भेदाभ्यासे) આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતાં (निर्वृत्तिः) મુક્તિ થાય છે.
ટીકા : — સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી જ્યાં સુધી ગ્રહણ કરે, શું (ગ્રહણ કરે)? ત્રયને (ત્રણને). કોના (ત્રયને)? કાય, વાણી અને મનના ત્રયને – અર્થાત્ જ્યાં સુધી આત્મા વિષે કાય – વાણી – મનનો સંબંધ ગ્રહણ કરે – સ્વીકાર કરે, એવો અર્થ છે – ત્યાં સુધી સંસાર છે,