૧૨૨સમાધિતંત્ર
यद्यात्मनः स्वरूपमात्मत्वेन बहिरात्मानो न बुद्ध्यन्ते तदा किमात्मत्वेन ते बुद्धयन्ते इत्याह —
टीका — तं देहामात्मानं प्रपद्यन्ते । के ते ? अबुद्धयो बहिरात्मानः । कया कृत्वा ? स्थितिभ्रान्त्या । क्व ? देहे ? कथम्भूते देहे ? व्यूहे समूहे । केषां ? अणूनां परमाणूनां । किं विशिष्टानां ? प्रविशद्गलतां अनुप्रविशतां निर्गच्छतां च । पुनरपि कथम्भूते ? समाकृतौ समानाकारे सदृशपरापरोत्पादेन । आत्मना सहैकक्षेत्रे समानावगाहेन वा । इत्थम्भूते देहे या स्थितिभ्रान्तिः स्थित्या થએલાઓને મોહસહિત કર્મોદય વ્યવહારથી નિમિત્ત થાય છે, પણ નિશ્ચયથી તો પોતાનો રાગાદિ અજ્ઞાન ભાવ જ અશુદ્ધ ઉપાદાન કારણ છે.’’૧ ૬૮.
જો બહિરાત્માઓ આત્મસ્વરૂપને આત્મપણે ન જાણતા હોય, તો તેઓ કોને આત્મપણે જાણે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (अबुद्धयः) અજ્ઞાની બહિરાત્મા જીવો, (प्रविशद् गलतां अणूनां व्यूहे देहे) પ્રવેશ કરતા અને બહાર નીકળતા – એવા પરમાણુઓના સમૂહરૂપ દેહમાં, (समाकृतौ) આત્મા અને શરીરની આકૃતિના સમાનરૂપમાં (स्थितिभ्रान्त्या) આત્મા સ્થિત હોવાથી – અર્થાત્ શરીર અને આત્મા એક ક્ષેત્રમાં સ્થિત હોવાથી – બંનેને એકરૂપ સમજવાની ભ્રાન્તિથી (तम्) તેને એટલે શરીરને (आत्मानं) આત્મા (प्रतिपद्यते) સમજી લે છે.
ટીકા : — તેઓ દેહને આત્મા સમજે છે. કોણ તેઓ? બુદ્ધિ વિનાના બહિરાત્માઓ. શાથી (એમ સમજે છે)? સ્થિતિની ભ્રાન્તિથી. શામાં? દેહમાં. કેવા દેહમાં? વ્યૂહરૂપ એટલે સમૂહરૂપ (દેહમાં). કોના (સમૂહરૂપ)? અણુઓના – પરમાણુઓના (સમૂહરૂપ). કેવા પ્રકારના (પરમાણુઓના)? પ્રવેશતા – ગલતા અર્થાત્ પ્રવેશ કરતા અને નીકળતા (પરમાણુઓના). વળી કેવા (દેહમાં)? સમાકૃત – એકબીજાના સદ્રશ ઉત્પાદથી સમાન આકારવાળા (દેહમાં) – અર્થાત્ ૧. જુઓ – શ્રી સમયસાર ગા. ૧૬૪ – ૧૬૫ની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા.