शरीरसामान्योपादानेऽप्यत्र कार्मणशरीरमेव गृह्यते । तस्यैव मुख्यवृत्त्या तदावरकत्वोपपत्तेः । इत्थंभूतो
बहिरात्मा नात्मानं बुध्यते । तस्मादात्मस्वरूपानवबोधाम् अतिचिरं बहुतरकालं भवे संसारे
भ्रमति ।।६८।।
શરીરનું જ ગ્રહણ સમજવું, કારણ કે તેની જ મુખ્ય વૃત્તિએ તેના આવશ્યકપણાની ઉપપત્તિ છે અર્થાત્ તે આવરણરૂપ છે.] એવો બહિરાત્મા આત્માને જાણતો નથી; તેથી આત્મસ્વરૂપ નહિ જાણવાના કારણે તે અતિ ચિરકાળ – બહુ બહુ કાળ સુધી ભવમાં એટલે સંસારમાં ભમે છે.
ભાવાર્થ : — વાસ્તવમાં આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ તેનું શરીર છે, પરંતુ અનાદિ કાળથી સંસારી આત્માને કાર્મણ શરીર સાથે એકપણાના અધ્યાસથી તેનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે. તેવા બહિરાત્માને આત્માના યથાર્થસ્વરૂપનું જ્ઞાન નથી, તેથી તે સંસારમાં ચિરકાળ સુધી ભમ્યા કરે છે.
અહીં કાંચળીનું દ્રષ્ટાંત સ્થૂલતાની અપેક્ષાએ છે, કારણ કે જેવી રીતે કાંચળી સર્પના ઉપરના ભાગમાં રહે છે, તેવી રીતે કાર્મણ શરીરનો સંબંધ આત્મા સાથે નથી, પરંતુ પાણીમાં નિમક જેમ મળી જાય છે, તેમ બંનેનો એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ છે.૧
આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે, પણ તે પ્રવાહરૂપે છે. જ્યારે અજ્ઞાનવશ જીવ કર્મના ઉદયમાં જોડાય છે તે જ સમયે ઉદયમાં આવેલાં કર્મ ખરે છે અને નવાં કર્મ સ્વયં બંધાય છે. એમ કર્મ – સંતતિ પ્રવાહરૂપે ચાલુ રહે છે. જો જીવ કર્મના ઉદયમાં ન જોડાય તો નવાં કર્મ બંધાતાં નથી અને જૂનાં કર્મ ખરી જાય છે.
જ્યાં સુધી જીવ પોતાની વિપરીત માન્યતા ટાળતો નથી, ત્યાં સુધી દર્શનમોહનીય કર્મનો પ્રવાહ ચાલુ રહે છે અને જીવ તેના ઉદયમાં જોડાતો રહે છે, અને તેથી સંસારમાં રખડ્યા જ કરે છે.
‘‘દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થતાં, શુદ્ધાત્મસ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને (જીવ) જ્યારે રાગાદિભાવે પરિણમે છે ત્યારે બંધ થાય છે, ઉદયમાત્રથી નહિ જ. જો ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા સંસાર જ રહે. કેવી રીતે? સંસારીઓને સર્વદા જ કર્મોદયનું વિદ્યમાનપણું હોય છે માટે. તો શું કર્મોદય બંધનું કારણ નથી થતું? ના, નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ ૧. સર્પની કાંચળી તેના શરીરથી જુદી થવા યોગ્ય ન હોય ત્યાં સુધી તે સર્પના શરીર સાથે સંલગ્ન (ચોંટેલી)
રહે છે; જેમ સર્પની કાંચળી તેના શરીર સાથે ચાલુ રહે છે તેમ.