૧૨૦સમાધિતંત્ર तमित्थंभूतं शमं स याति । नेतरः तद्विलक्षणो बहिरात्मा ।।६७।।
टीका — शरीरमेव कंचुकं तेन संवृतः सम्यक् प्रच्छादितो ज्ञानमेव विग्रहः स्वरूपं यस्य । તેનાથી વિપરીત લક્ષણવાળો બહિરાત્મા (તેવી શાન્તિ પામી શકતો નથી.)
ભાવાર્થ : — જેને શરીરાદિરૂપ જગત્ કાષ્ટ – પાષાણાદિ તુલ્ય અચેતન – જડ અને નિશ્ચેષ્ટ ભાસે છે, અર્થાત્ પરિણમનરૂપ ક્રિયાથી અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત પ્રતિભાસે છે, તે એવી પરમ વીતરાગતારૂપ શાન્તિને પામે છે, કે જેમાં મન – વચન – કાયની પ્રવૃત્તિનો તથા ઇન્દ્રિયોના વિષયભોગનો અભાવ હોય છે. અજ્ઞાની બહિરાત્મા આવી શાન્તિ પામતો નથી.
જે સમયે અન્તરાત્મા આત્મસ્વરૂપની ભાવના કરતાં કરતાં સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તે સમયે તેને આ જડક્રિયાત્મક – પ્રવૃત્તિમય જગત્ તરફનું લક્ષ છૂટી જાય છે અને તે પરમ વીતરાગતાને પ્રાપ્ત થઈ નિર્વિકલ્પ નિરાકુલ આનંદ અનુભવે છે. ૬૭.
તે (બહિરાત્મા) પણ એવી રીતે શરીરાદિથી ભિન્ન આત્માને કેમ પ્રાપ્ત કરતો (જાણતો) નથી? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (शरीरकंचुकेन) શરીરરૂપી કાંચળીથી (संवृतज्ञानविग्रहः आत्मा) જેનું જ્ઞાનરૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા (आत्मानं) આત્માના યથાર્થ સ્વરૂપને (न बुध्यते) જાણતો નથી; (तस्मात्) તેથી (अतिचिरं) બહુ લાંબા કાળ સુધી (भवे) સંસારમાં તે (भ्रमति) ભમે છે.
ટીકા : — શરીર તે જ કંચુક (કાંચળી) – તેનાથી ઢંકાયેલું એટલે સારી રીતે આચ્છાદિત થયેલું જ્ઞાનરૂપી શરીર અર્થાત્ સ્વરૂપ જેનું, [અહીં શરીર સામાન્યનું ગ્રહણ કરવા છતાં કાર્મણ