टीका — यस्मात्मनः सस्पन्दं परिस्पन्दसमन्वितं शरीरादिरूपं जगत् आभाति प्रतिभासते । कथम्भूतं ? निःस्पन्देन समं निःसपन्देन काष्ठपाषाणादिना समं तुल्यं । कुत स्तेन तत्समं ? अग्रज्ञं जडमचेतनं यतः । तथा अक्रियाभोगं क्रियापदार्थपरिस्थितिः भोगः सुखाद्यनुभवः तौ न विद्येते यत्र । यस्यैवं तत्प्रतिभासते स किं करोति ? स शमं याति शमं परमवीतरागतां संसारभोगदेहोपरि वा वैराग्यं गच्छति । कथम्भूतं शमं ? अक्रिया – भोगमित्येतदत्रापि सम्बंधनीयम् । क्रिया वाक्कायमनोव्यापारः । भोग इन्द्रियप्रणालिकया विषयानुभवनं विषयोत्सवः । तौ न विद्येते यत्र
અન્વયાર્થ : — (यस्य) જેને એટલે જે જ્ઞાની પુરુષને (सस्पन्दं जगत्) ક્રિયાઓ – ચેષ્ટાઓ કરતું (શરીરાદિરૂપ) જગત (निःस्पन्देन समं) નિઃશ્ચેષ્ટ કાષ્ઠ – પાષાણાદિ સમાન (अप्रज्ञं) ચેતનારહિત જડ અને (अक्रियाभोगं) ક્રિયા અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત (आभाति) માલૂમ પડે છે, (सः) તે (अक्रियाभोगं शमं याति) મન – વચન – કાયાની ક્રિયાની તથા ઇન્દ્રિય – વિષયભોગથી રહિત એવા પરમ વીતરાગતારૂપ શાન્તિ – સુખને પામે છે; (इतरः न) બીજો કોઈ અર્થાત્ તેનાથી વિલક્ષણ બહિરાત્મા જીવ ઉપરોક્ત શાન્તિ – સુખને પામતો નથી.
ટીકા : — જે આત્માને (જ્ઞાની આત્માને) સસ્પંદ એટલે પરિસ્પન્દયુક્ત (અનેક ક્રિયાઓ કરતું) શરીરાદિરૂપ જગત્ લાગે છે – પ્રતિભાસે છે, કેવું (જગત)? નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ) સમાન, અર્થાત્ કાષ્ઠ – પાષાણાદિ સમાન એટલે તુલ્ય નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ). શાથી તે સમાન (ભાસે છે)? કારણ કે તે ચેતનારહિત જડ – અચેતન છે તથા અક્રિયાભોગ અર્થાત્ ક્રિયા એટલે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદિ અનુભવ – એ બંનેનો જેમાં અભાવ છે, એવું તે (જગત્) જેને પ્રતિભાસે છે તે શું કરે છે? તે શાંતિ પામે છે, અર્થાત્ શમ એટલે પરમ વીતરાગતા અથવા સંસાર, ભોગ અને દેહ ઉપર વૈરાગ્ય – તેને પામે છે. કેવી શાન્તિ? અહીં પણ તેની (શમની) સાથે અક્રિયાભોગનો સંબંધ લેવો. ક્રિયા એટલે વાણી, કાય અને મનનો વ્યાપાર અને ભોગ એટલે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી (ઇન્દ્રિયોદ્વારા) વિષયોનું અનુભવન એટલે વિષયોત્સવ – તે બંને જેમાં વિદ્યમાન ન હોય એવી શાન્તિને પામે છે. બીજો કોઈ નહિ, અર્થાત્