Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 105 of 170
PDF/HTML Page 134 of 199

 

૧૧૮સમાધિતંત્ર

टीकारक्ते वस्त्रे प्रावृते सति आत्मानं यथा बुधो न रक्तं मन्यते तथा स्वदेहेऽपि कुंकुमादिना रक्ते आत्मानं रक्तं न मन्यते बुधः ।।६६।।

एवं शरीरादिभिन्नमात्मानं भावयतोऽन्तरात्मनः शरीरादेः काष्ठादिना तुल्यताप्रतिभासे मुक्तियोग्यता भवतीति दर्शयन्नाह

શ્લોક ૬૬

અન્વયાર્થ :(यथा) જેવી રીતે (वस्त्रे रक्ते) પહેરેલું વસ્ત્ર લાલ હોવા છતાં (बुधः) ડાહ્યો માણસ (आत्मानं) પોતાનેપોતાના શરીરને (रक्तं न मन्यते) લાલ માનતો નથી, (तथा) તેવી રીતે (स्वदेहे अपि रक्ते) પોતાનું શરીર લાલ હોવા છતાં (बुधः) અન્તરાત્મા (आत्मानं) આત્માને (रक्तं न मन्यते) લાલ માનતો નથી.

ટીકા :જેમ લાલ વસ્ત્ર પહેરવા છતાં, ડાહ્યો પુરુષ પોતાને (પોતાના શરીરને) લાલ માનતો નથી, તેમ પોતાનો દેહ કુંકુમાદિથી લાલ થવા છતાં અન્તરાત્મા આત્માને લાલ માનતો નથી.

ભાવાર્થ :જેમ પહેરેલા લાલ વસ્ત્રથી શરીર લાલ થતું નથી, તેમ પોતાનું શરીર કુંકુમાદિથી લાલ થતાં, આત્મા કાંઈ લાલ વર્ણનો થતો નથી.

જેમ લાલ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, તેમ લાલ વર્ણવાળું શરીર અને આત્મા પણ ભિન્ન ભિન્ન છે.

આત્મા રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ રહિત છે, છતાં શરીર સાથે એકતાબુદ્ધિ હોવાને લીધે, અજ્ઞાની શરીરનો જેવો વર્ણ હોય તેવા વર્ણનો આત્માને (પોતાને) પણ માની રાગ દ્વેષ કરે છે.

જ્ઞાનીને આત્મસ્વરૂપનું ભાન છે, તેથી તેને શરીરના કોઈ પણ વર્ણથી રાગદ્વેષ થતો નથીઅર્થાત્ પોતાનું કે પરનું સુંદર વર્ણવાળું શરીર જોઈને તે ખુશ થતો નથી કે અણગમતા વર્ણવાળું શરીર જોઈને નાખુશ થતો નથી, તે જાણે છે કે રૂપ, રસ, ગંધાદિ પુદ્ગલના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા તો નિરંજન, નિરાકાર, અરૂપી, અતીન્દ્રિય અને સ્વસંવેદન ગમ્ય છે. ૬૬.

એ રીતે શરીરાદિથી ભિન્ન આત્માની ભાવના કરનાર અંતરાત્માને, શરીરાદિ કાષ્ઠાદિ સમાન પ્રતિભાસતાં, મુક્તિની યોગ્યતા થાય છેએમ બતાવીને કહે છેઃ ૧. નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,

નહિ રૂપ કે ન શરીર, ન સંસ્થાન સંહનને નહીં. (૫૦)
શ્રી સમયસારગુ. આવૃત્તિગા. ૫૦