૧૪૬સમાધિતંત્ર
‘‘આત્માને આત્મા વડે બે પુણ્ય – પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન – જ્ઞાનમાં સ્થિત થઈ અને અન્ય વસ્તુની ઇચ્છાથી વિરમી (અટકી) જે આત્મા (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થઈ પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે – કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, પોતે ચેતયિતા (દેખનાર – જાણનાર) હોવાથી એકત્વને જ ચિંતવે છે – ચેતે છે – અનુભવે છે, તે આત્મા આત્માને ધ્યાતો, દર્શન – જ્ઞાનમય અને અનન્યમય થઈ અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.’’૧
‘‘.....વસ્તુસ્વરૂપને જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી; એનું નામ જ ચિત્તનો નિરોધ. આ સિવાય ‘હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું’ એવી નાસ્તિના લક્ષે કાંઈ વિકલ્પ તૂટતો નથી, પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ‘હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું’ એમ અસ્તિત્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતાં ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે, સ્વભાવની એકાગ્રતાના જોરે રાગના – વિકલ્પનો અભાવ થઈ જાય છે; માટે પહેલાં વસ્તુના સ્વભાવને બધાં પડખાથી જેમ છે તેમ જાણવો જોઈએ.
જ્યાં શ્રુતજ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું ત્યાં સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે અને અનંત ધર્મોનો ચૈતન્ય – પિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે.’’ ૮૫.
તે ઉત્પ્રેક્ષાજાલનો નાશ કરનારે આ ક્રમથી કરવું – તે કહે છેઃ —
અન્વયાર્થ : — (अव्रती) હિંસાદિક પાંચ અવ્રતોમાં અનુરક્ત માણસે (व्रतं आदाय)અહિંસાદિ વ્રતોનું ગ્રહણ કરીને અવ્રતાવસ્થામાં થતાં વિકલ્પોનો નાશ કરવો તથા (व्रती) અહિંસાદિક વ્રતોના ધારકે (ज्ञानपरायणः) જ્ઞાનસ્વભાવમાં લીન થઈ વ્રતાવસ્થામાં થતા વિકલ્પોનો નાશ કરવો અને પછી અરહંત – અવસ્થામાં (परात्मज्ञानसम्पन्नः) કેવળજ્ઞાનથી યુક્ત ૧. શ્રી સમયસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૧૮૭, ૧૮૮, ૧૮૯. ૨. નયપ્રજ્ઞાપન – પૃ. ૮, ૨૩.