સમાધિતંત્ર૧
ૐ
શ્રીમદ્ દેવનન્દી અપરનામ પૂજ્યપાદસ્વામીવિરચિત
સમાધિાતંત્ર
श्रीप्रभाचन्द्रविनिर्मितसंस्कृतटीका
(मंगलाचरण)
सिद्धं जिनेन्द्रमलमप्रतिमप्रबोधम्
निर्वाणमार्गममलं विबुधेन्द्रवन्द्यम् ।
निर्वाणमार्गममलं विबुधेन्द्रवन्द्यम् ।
संसारसागरसमुत्तरणप्रपोतं
वक्ष्ये समाधिशतकं प्रणिपत्य वीरम् ।।
वक्ष्ये समाधिशतकं प्रणिपत्य वीरम् ।।
श्रीपूज्यपादस्वामी मुमुक्षूणां मोक्षोपायं मोक्षस्वरूपं चोपदर्शयितुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह —
મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો
ગુજરાતી અનુવાદ
મંગલાચરણ
અર્થઃ સિદ્ધ, અનુપમજ્ઞાનવાન્ (અનંતજ્ઞાની), નિર્વાણમાર્ગરૂપ, નિર્મળ (વીતરાગ), દેવેન્દ્રોથી વંદનીય તથા સંસાર – સાગરને પાર કરવા માટે ઉત્કૃષ્ટ નાવરૂપ – એવા વીર જિનેન્દ્ર ભગવાનને પ્રણિપાત કરીને, હું (શ્રીપ્રભાચંદ્ર) સમાધિશતક કહીશ.
શ્રી પૂજ્યપાદસ્વામી (આ સમાધિતંત્રના રચયિતા) મુમુક્ષુઓને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવવાની કામનાથી તથા નિર્વિઘ્ને શાસ્ત્રની પરિસમાપ્તિ – આદિરૂપ ફલની અભિલાષાથી ઇષ્ટદેવતાવિશેષને નમસ્કાર કરીને કહે છેઃ –