૨સમાધિતંત્ર
टीका — अत्र पूर्वार्द्धेन मोक्षोपाय उत्तरार्द्धेन च मोक्षस्वरूपमुपदर्शितम् । सिद्धात्मने सिद्धपरमेष्ठिने सिद्धः सकलक र्मविप्रमुक्तः स चासावात्मा च तस्मै नमः । येन किं कृतं ? अबुद्ध्यत ज्ञातः । कोऽसौ ? आत्मा । कथं ? आत्मैव । अयमर्थः येन सिद्धात्मनाऽत्रात्मैवाध्यात्मैवा- ध्यात्मत्वेनाबुद्ध्यत न शरीरादिकं कर्मापादितसुरनरनारकतिर्यगादिजीवपर्यायादिकं वा । तथा परत्वेनैव चापरम् । अपरं च शरीरादिकं कर्मजनितमनुष्यादिजीवपर्यायादिकं वा परत्वेनैवात्मनोभेदेनैवाबुद्ध्यत ।
અન્વયાર્થ : (येन) જેનાથી (आत्मा आत्मा एव) આત્મા આત્મા રૂપે જ (अबुध्यत) જણાયો (च) અને (अपरं परत्वेन एव) પર પરરૂપે જ જણાયું (तस्मै) તે (अक्षयानन्तबोधाय) અવિનાશી અનન્ત જ્ઞાનસ્વરૂપ (सिद्धात्मने) સિદ્ધાત્માને (नमः) નમસ્કાર હો!
ટીકા : અહીં પૂર્વાર્ધથી મોક્ષનો ઉપાય અને ઉત્તરાર્ધથી મોક્ષનું સ્વરૂપ દર્શાવ્યું છે.
સિદ્ધાત્માને એટલે સિદ્ધપરમેષ્ઠીને – સિદ્ધ એટલે સર્વ કર્મથી સંપૂર્ણપણે (અત્યંત) મુક્ત એવા આત્માને – નમસ્કાર હો!
જેણે શું કર્યું? જાણ્યો. કોને? આત્માને. કેવી રીતે (જાણ્યો)? આત્મારૂપે જ અર્થ એ છે કે સિદ્ધાત્માએ અહીં આત્માને આત્મારૂપે જ અર્થાત્ અધ્યાત્મરૂપે જ જાણ્યો, તેને શરીરાદિક કે કર્મોપાદિત સુર – નર – નારક – તિર્યંચાદિક જીવપર્યાયાદિકરૂપે ન જાણ્યો તથા (જેણે) અન્યને એટલે શરીરાદિક વા કર્મજનિત મનુષ્યાદિ જીવપર્યાયાદિને પરરૂપે અર્થાત્ આત્માથી ભિન્નરૂપે જ જાણ્યા.
કેવા તેમને (નમસ્કાર)? અક્ષય અનંત૧ બોધવાળા – અક્ષય એટલે અવિનશ્વર અને ૧. અનન્ત – ક્ષેત્રની અંતરહિત અને કાલથી અંતરહિત (જુઓ – પંચાસ્તિકાય ગાથા ૧ની સં. ટીકા)