तस्मे कथंभूताय ? अक्षयानन्तबोधाय अक्षयोऽविनश्वरोऽनन्तोदेशकालानवच्छिन्न-स्समस्तार्थपरिच्छेदको वा बोधो यस्य तस्मै । एवंविधबोधस्य चानन्तदर्शनसुखवर्यैरविनाभावित्व-सामर्थ्यादनंतचतुष्टयरूपायेति’ गम्यते । ननु चेष्टदेवताविशेषस्य पञ्चपरमेष्ठिरूपत्वात्तदत्र सिद्धात्मन एव कस्माद् ग्रन्थकृता नमस्कारः कृत इति चेत्, ग्रन्थस्य कर्तुर्व्याख्यातुः श्रोतुरनुष्ठातुश्च सिद्धस्वरूपप्राप्त्यर्थत्वात् । यो हि यत्प्राप्त्यर्थी स तं नमस्करोति यथा धनुर्वेदप्राप्त्यर्थी धनुर्वेदविदं नमस्करोति । सिद्धस्वरूपप्राप्त्यर्थी च समाधिशतकशास्त्रस्यकर्ता व्याख्याता श्रोता तदर्थानुष्ठाता चात्मविशेषस्तस्मात्सिद्धात्मानं नमस्करोतीति । सिद्धशब्देनैव चार्हदादीनामपि ग्रहणम् । तेषामपि देशतः सिद्धस्वरूपोपेतत्वात् ।।१।। અનંતર એટલે દેશકાલથી અનવચ્છિન્ન એવા સમસ્ત પદાર્થોના પરિચ્છેદક અર્થાત્ જ્ઞાનવાળા – તેમને (નમસ્કાર). આવા પ્રકારના જ્ઞાન અનંત દર્શન – સુખ – વીર્ય સાથેના અવિનાભાવીપણાના સામર્થ્યને લીધે તેઓ અનંતચતુષ્ટયરૂપ છે એમ બોધ થાય છે.
શંકાઃ ઇષ્ટદેવતા વિશેષ પંચપરમેષ્ઠી હોવા છતાં અહીં ગ્રન્થકર્તાએ સિદ્ધાત્મને જ કેમ નમસ્કાર કર્યા?
સમાધાનઃ ગ્રન્થકર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન હોવાથી (તેમણે તેમ કર્યું છે) એ જેની પ્રાપ્તિનો અર્થી હોય તે તેને નમસ્કાર કરે છે; જેમ ધનુર્વિદ્યાપ્રાપ્તિનો અર્થી ધનુર્વેદીને નમસ્કાર કરે છે તેમ. તેથી સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિના અર્થી – સમાધિશતક શાસ્ત્રના કર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને તેના અર્થના અનુષ્ઠાતા આત્મવિશેષ – ( – એ સર્વે) સિદ્ધાત્માને નમસ્કાર કરે છે.
‘સિદ્ધ’ શબ્દથી અર્હંતાદિનું પણ ગ્રહણ સમજવું કારણ કે તેમણે પણ દેશતઃ (અંશે) સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. (૧)
ભાવાર્થ : ગ્રન્થકારે શ્લોકના પૂર્વાર્ધમાં સ્વ – પરનું ભેદવિજ્ઞાન તે જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે એમ સૂચવ્યું છે અને તેના ઉત્તરાર્ધમાં ફળસ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન આનંદરૂપ એવી સિદ્ધદશા તે મોક્ષસ્વરૂપ છે એમ દર્શાવ્યું છે; અર્થાત્ પ્રસ્તુત શ્લોકમાં મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે.
જેમણે આત્માને આત્મારૂપે જ યથાર્થ જાણ્યો છે શરીરાદિ અને સુર નર – નારકાદિ પર્યાયરૂપે જાણ્યો નથી અને પરને પરરૂપે જાણ્યો છે – અર્થાત્ શરીરાદિ અને નર – નારકાદિ પર્યાયને આત્માથી પર જાણ્યા છે, તેવા અવિનાશી અનંતજ્ઞાનસ્વરૂપ સિદ્ધાત્માને અહીં નમસ્કાર કર્યા છે.