૪સમાધિતંત્ર
આત્મા આત્મારૂપે છે અને શરીરાદિ પર પદાર્થોરૂપે નથી તથા શરીરાદિ પર પદાર્થો પરરૂપે છે અને આત્મારૂપે નથી – એવું નિર્ણયપૂર્વક સ્વ – પરનું ભેદવિજ્ઞાન સિદ્ધપદ પામવાનો મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.
શ્રી સમયસાર ગાથા ૨ની ટીકામાં પણ લખ્યું છે કે –
‘........સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ ઉદય પામે છે......’’
એ પ્રમાણે ભેદજ્ઞાનજ્યોતિ જ કેવળજ્ઞાન પ્રગટ કરવાનું સાધન (ઉપાય) છે.
‘‘પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ – પરનું જ્ઞાન અવશ્ય જોઈએ કારણ કે સ્વ – પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે?
અથવા સ્વ – પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતાથી ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર – મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ – પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે.
હવે સ્વ – પરનું જ્ઞાન જીવ – અજીવનું જ્ઞાન થતાં જ થાય છે કારણ કે પોતે જીવ છે તથા શરીરાદિક અજીવ છે. જો લક્ષણાદિ વડે જીવ – અજીવની ઓળખાણ થાય તો જ સ્વ – પરનું ભિન્નપણું ભાસે; માટે જીવ – અજીવ જાણવા જોઈએ.....’’૧
‘‘........સર્વે દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે. એ સર્વે દુઃખોનો અભાવ કરવા માટે તેને બે પ્રકારનું ભેદજ્ઞાન કરાવવામાં આવે છે.
જીવ પોતાના ગુણો અને પર્યાયોથી એક છે – અભિન્ન છે તથા પર દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોથી અત્યંત જુદો છે અર્થાત્ જીવ સ્વદ્રવ્યે સ્વક્ષેત્રે સ્વકાળે અને સ્વભાવે, પર દ્રવ્યનાં દ્રવ્યક્ષેત્રકાળભાવથી અત્યંત જુદો છે. તેથી તે અપેક્ષાએ પર દ્રવ્યો, તેના ગુણો અને ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ – પૃ. ૮૨