૧૭૮સમાધિતંત્ર
संसारदुःखजननीं जननाद्विमुक्तः ।
टीका — उपैति प्राप्नोति । किं तत् ? सुखं । कथम्भूतं ? ज्योतिर्मयं ज्ञानात्मकं । किंविशिष्टः सन्नसौ तदुपैति ? जननाद्विमुक्तः संसाराद्विशेषेण मुक्तः । ततो मुक्तोऽप्यसौ कथम्भूतः सम्भवति ? परमात्मात्मनिष्ठः परमात्मस्वरूपसंवेदकः । किं कृत्वाऽसौ तन्निष्ठः स्यात् । मुक्त्वा । कां ? परबुद्धिं अहंधियं च स्वात्मबुद्धिं च । क्व ? परत्र शरीरादौ । कथम्भूतां तां ?
અન્વયાર્થ : — (तन्मार्ग) તે પરમપદની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર (एतत् समाधितंत्र) આ ‘સમાધિતંત્ર’ શાસ્ત્રનું (अधिगम्य) અધ્યયન કરીને – અનુભવ કરીને (संसारदुःखजननीं) સંસારનાં દુઃખોને ઉત્પન્ન કરવાવાળી, (परत्र) શરીરાદિ પદાર્થોમાં (अहंधियं परबुद्धिं च) અહંબુદ્ધિને તથા પરબુદ્ધિને (પર તે હું છું એવી બુદ્ધિને) (मुक्त्वा) છોડીને (परात्मनिष्ठः) પરમાત્માની ભાવનામાં સ્થિર ચિત્તવાળો અન્તરાત્મા (जननात् विमुक्तः) સંસારથી મુક્ત થઈને (ज्योतिर्मयं सुखं) જ્ઞાનમય સુખને (उपैति) પ્રાપ્ત કરે છે.
ટીકા : — પામે છે એટલે પ્રાપ્ત કરે છે. શું તે? સુખ. કેવું (સુખ)? જ્યોતિર્મય એટલે જ્ઞાનાત્મક (સુખ). કેવા પ્રકારનો થઈ તે તે (સુખ) પ્રાપ્ત કરે છે? જન્મથી મુક્ત એટલે ખાસ કરીને સંસારથી મુક્ત થઈને (સુખ પ્રાપ્ત કરે છે). તેનાથી (સંસારથી) મુક્ત થયેલો છતાં તે કેવો સંભવે છે? (તે) પરમાત્મનિષ્ઠ – પરમાત્મસ્વરૂપનો સંવેદક (થાય છે). શું કરીને તે તનિષ્ઠ (એટલે પરમાત્મનિષ્ઠ) બને? છોડીને. શું (છોડીને)? પરબુદ્ધિ અને અહંબુદ્ધિ એટલે સ્વાત્મબુદ્ધિ (છોડીને). શામાં (છોડીને)? પરમાં – શરીરાદિમાં. કેવી તે (બુદ્ધિને)? સંસારનાં દુઃખોને ઉત્પન્ન કરનારી – ચતુર્ગતિનાં દુઃખોની ઉત્પત્તિના કારણભૂત (બુદ્ધિને). તેથી તેવા