सुलोचनोऽहं स्थूलोऽहंमित्याद्यभेदरूपतया आत्मन्यध्यारोप्य जडो बहिरात्मा असुखं सुखं वा यथा भवत्येवमास्ते । विद्वानन्तरात्मा पुनः प्राप्नोति किं ? तत्परमं पदं मोक्ष । किं कृत्वा ? त्यक्त्वा । कं ? आरोपं शरीरादिनामात्मन्यध्यवसायम् ।।१०४।।
कथमसौ तं त्यजतीत्याह – अथवा स्वकृतग्रन्थार्थमुपसंहृत्य फलमुपदर्शयन्मुक्त्वेत्याह — (શરીરાદિને આત્મા કલ્પી) – અર્થાત્ હું ગોરો, હું સુંદર આંખવાળો, હું જાડો ઇત્યાદિ અભેદરૂપપણે (એકતાબુદ્ધિએ) આત્મામાં આરોપીને, જડ – બહિરાત્મા જેમ અસુખ – સુખ થાય તેમ વર્તે છે, પરંતુ વિદ્વાન – અન્તરાત્મા પ્રાપ્ત કરે છે. શું? તે પરમપદને – મોક્ષને. શું કરીને? ત્યજીને, શું (ત્યજીને)? શરીરાદિનો આત્મા વિષે જે આરોપ છે – અધ્યવસાય છે તેને (ત્યજીને).
ભાવાર્થ : — હું ગોરો, હું સુંદર, હું જાડો ઇત્યાદિરૂપ, શરીરાદિમાં આત્માની અભેદ કલ્પના કરી (આત્મબુદ્ધિ કરી) અજ્ઞાની બહિરાત્મા સુખ – દુઃખ માને છે, પરંતુ જ્ઞાની અંતરાત્મા આત્મામાં શરીરાદિનો મિથ્યા અભેદ – અધ્યવસાયનો ત્યાગ કરી પરમપદને – મોક્ષને પ્રાપ્ત કરે છે.
અનાદિથી શરીર અને આત્માને સંયોગસંબંધ છે. આ સંબંધને લીધે શરીરના અંગોપાંગની ક્રિયા જોઈ અજ્ઞાનીને ભ્રમ થાય છે કે એ બધી ક્રિયાઓ આત્માની છે, પણ વાસ્તવમાં આત્મા અને શરીર લક્ષણે એકબીજાથી તદ્દન ભિન્ન છે. એક ચેતન અને અરૂપી છે અને બીજું અચેતન – જડ અને રૂપી છે. બંને વચ્ચે માત્ર નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે, પણ અજ્ઞાની ભ્રમથી નિમિત્ત – નૈમિત્તિક સંબંધને બદલે કર્તા – કર્મ સંબંધ સમજી પોતાને સુખી – દુઃખી કલ્પે છે.
જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે. તે શરીરની ક્રિયાઓને આત્માની ક્રિયા માનતો નથી. તેને શરીરમાં આત્મબુદ્ધિ – એકતાબુદ્ધિ નથી, તેથી શરીરની ક્રિયામાં તેને કર્તા – બુદ્ધિ નથી. શરીરાદિમાં કર્તા – બુદ્ધિ નહિ હોવાથી તેને હર્ષ – શોક કે રાગ – દ્વેષ પણ નથી. તેના અભાવમાં જ્ઞાનીને કર્મનો નવો બંધ થતો નથી. ભેદવિજ્ઞાનના બળે જેમ જેમ વીતરાગતા વધતી જાય છે, તેમ તેમ જૂનાં કર્મ પણ ઉદયમાં આવી નિર્જરી જાય છે. અંતે કર્મોનો સંપૂર્ણપણે અભાવ થતાં પરમ વીતરાગપદની પ્રાપ્તિ થાય છે. ૧૦૪.
તે તેને કેવી રીતે ત્યજે છે તે કહે છે – અથવા પોતાના રચેલા ગ્રન્થના અર્થનો ઉપસંહાર કરીને ફલ દર્શાવતાં. ‘મુક્ત્વા’ એમ કહીને, કહે છેઃ —