૧૭૬સમાધિતંત્ર
टीका — तानि शरीरयंत्राणि साक्षाणि इंद्रियसहितानि आत्मनि समारोप्य गौरोऽहं સ્વભાવથી જ ઊપજે છે, કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી સર્વ દ્રવ્યોને, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ.....’’૧
‘‘.......વળી પર્યાયમાં જીવ – પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે, એમ (અજ્ઞાનીને ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી........’’૨
માટે જીવની ક્રિયાથી શરીરની ચાલવાની તથા ઊભા રહેવાની વગેરે ક્રિયા થતી માનવી તે ભ્રમ છે. ૧૦૩.
તે શરીરયંત્રોનો આત્મામાં આરોપ અને અનારોપ કરીને જડ (અજ્ઞાની) અને વિવેકી પુરુષો શું કરે છે? તે કહે છેઃ —
અન્વયાર્થ : — (जडः) અજ્ઞાની બહિરાત્મા (साक्षाणि) ઇન્દ્રિયો સહિત (तानि) તે શરીરયંત્રોને (आत्मनि समारोप्य) આત્મામાં આરોપી (असुखं आस्ते) દુઃખી થાય છે. (पुनः) કિન્તુ (विद्वान्) જ્ઞાની અંતરાત્મા (आरोपं त्यक्त्वा) શરીરાદિકમાં આત્માનો આરોપ (આત્માની કલ્પના) છોડી (परमं पदं) પરમ પદને – મોક્ષને (प्राप्नोति) પ્રાપ્ત કરે છે.
ટીકા : — તે અક્ષ સહિત એટલે ઇન્દ્રિયો સહિત શરીરયંત્રોને આત્મામાં આરોપીને ૧. શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – ગા. ૩૭૨ ટીકા. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૩૦.