આમ જીવની ઇચ્છા અને શરીરની ક્રિયાને સીધો નિમિત્ત – નૈમિત્તિક સંબંધ નથી, પરંતુ જીવની ઇચ્છા અને વાયુને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે અને વાયુ તથા શરીરની ક્રિયાને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે.
સ્થૂલદ્રષ્ટિએ (વ્યવહાર નયે) જીવની ઇચ્છાથી શરીર ચાલે છે એમ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે જીવની ઇચ્છાથી કે વાયુથી શરીરની ક્રિયાઓ ખરેખર થતી નથી, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી તેમ કહેવામાં આવે છે.૧
યોગ (અર્થાત્ મન – વચન – કાયના નિમિત્તે આત્મ – પ્રદેશોનું ચલન) અને ઉપયોગ (અશુદ્ધ ઉપયોગ – જ્ઞાનનું કષાયો સાથે જોડાવું) – એ બંનેનો કર્તા, આત્મા કદાચિત ભલે હો, તથાપિ પર દ્રવ્ય – સ્વરૂપ કર્મનો કર્તા તો તે નિમિત્તપણે પણ કદી નથી. અજ્ઞાન અવસ્થામાં જ આત્માને યોગ – ઉપયોગનો કર્તા કહી શકાય, પણ શરીરાદિ પર દ્રવ્યોનો કર્તા તો તે નિમિત્તપણે પણ કદી નથી.
આ ઉપરથી એમ સમજવું કે જો જીવ, પુદ્ગલ – કર્મનો ખરેખર કર્તા નથી, તો શરીરની કોઈ ક્રિયાનો કર્તા તે કેમ હોઈ શકે? જરા પણ નહિ; પરંતુ અજ્ઞાન દશામાં જીવનો યોગ અને ઉપયોગ, શરીરની ક્રિયામાં નિમિત્ત થાય છે.
દ્રવ્યદ્રષ્ટિથી તો ‘કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનો કર્તા નથી,’ પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત – કર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનો (શુદ્ધ – અશુદ્ધ પરિણામનો) કર્તા છે, તે અન્ય દ્રવ્યના પરિણામનો કર્તા નથી.૨
‘‘અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી (એ સિદ્ધાંત છે કે) ‘સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઊપજે છે.’’૩
‘‘.....સર્વ દ્રવ્યો, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના ૧. જુઓ – મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૫૬. ૨. જુઓ – શ્રી સમયસાર ગુ. આવૃત્તિ – ગા. ૧૦૦ અને તેનો ભાવાર્થ. ૩. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,