૧૭૪સમાધિતંત્ર
टीका — आत्मनः सम्बंधिनः प्रयत्नाद्वायुः शरीरे समुच्चलति कथम्भूतात् प्रयत्नात् ? इच्छाद्वेषप्रवर्तितात् रागद्वेषाभ्यां जनितात् । तत्र समुच्चलिताच्च वायोः शरीरयंत्राणि शरीराण्येव यंत्राणि शरीरयंत्राणि । किं पुनः शरीराणां यंत्रैः साधर्म्ययतस्तानि यन्त्राणीत्युच्यन्ते ? इति चेत् उच्यते – यथा यंत्राणि काष्ठादिविनिर्मितसिंहव्याध्रादीनि स्वसाध्यविविधक्रियायां परप्रेरितानि प्रवर्तन्ते तथा शरीराण्यपीत्युभयोस्तुल्यतां । तानि शरीरयंत्राणि वायोः सकाशाद्वर्तन्ते । केषु ? कर्मसु क्रियासु । कथम्भूतेषु ? स्वेषु स्वसाध्येषु ।।१०३।।
અન્વયાર્થ : — (इच्छाद्वेषप्रवर्तितात्) ઇચ્છા (રાગ) – દ્વેષની પ્રવૃત્તિથી થતા (आत्मनः प्रयत्नात्) આત્માના પ્રયત્નના નિમિત્તે (वायुः) વાયુ ઉત્પન્ન થાય છે – વાયુનો સંચાર થાય છે. (वायोः) વાયુના સંચારથી (शरीर यंत्राणि) શરીર યંત્રો (स्वेषु कर्मसु) પોત પોતાના કાર્યોમાં (वर्तन्ते) પ્રવર્તે છે.
ટીકા : — આત્માના પ્રયત્નથી વાયુનો શરીરમાં સંચાર થાય છે. કેવા પ્રયત્નથી? ઇચ્છાદ્વેષથી પ્રવર્તેલા – રાગ – દ્વેષથી ઉત્પન્ન થયેલા (પ્રયત્નથી), તેમાં (શરીરમાં) સંચારિત વાયુથી શરીર યંત્રો – શરીરો એ જ યંત્રો તે શરીરયંત્રો – (સ્વકાર્યમાં પ્રવર્તે છે).
શું શરીરોને યંત્રો સાથે સમાન ધર્મ છે કે જેથી તેઓ (શરીરો) યંત્રો કહેવાય છે? એમ પૂછો તો કહેવાનું કે જેમ લાકડા વગેરેનાં બનેલાં સિંહ – વ્યાઘ્રાદિયંત્રો પરપ્રેરિત થઈને પોતપોતાને સાધવા યોગ્ય વિવિધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, તેમ શરીરો પણ (પ્રવર્તે) છે. એમ બંનેમાં (શરીર અને યંત્રોમાં) સમાનતા છે. તે શરીરયંત્રો વાયુ દ્વારા પ્રવર્તે છે. શામાં? કાર્યોમાં – ક્રિયાઓમાં. કેવા (કાર્યોમાં)? પોતપોતાને સાધવા યોગ્ય (કાર્યોમાં).
ભાવાર્થ : — જીવને જ્યારે શરીરની ક્રિયા કરવાની ઇચ્છા થાય છે, ત્યારે તેના (ઇચ્છાના) નિમિત્તે વાયુ પોતાની યોગ્યતાથી શરીરમાં ઉત્પન્ન થાય છે. તે વાયુના સંચાર નિમિત્તે શરીરયંત્રો અર્થાત્ શરીરની ક્રિયાઓ પોતપોતાની યોગ્યતાથી પોતાનું કામ કરે છે.