Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 160 of 170
PDF/HTML Page 189 of 199

 

સમાધિતંત્ર૧૭૩

टीकाअदुःखेन कायक्लेशादिकष्टं विना सुकुमारोपक्रमेण भावितमेकाग्रतया चेतसि पुनः पुनः संचिन्तितं ज्ञानं शरीरादिभ्यो भेदेनात्मस्वरूपपरिज्ञानं क्षीयते अपकृष्यते कस्मिन् ? दुःखसन्निधौ दुःखोपनिपाते सति यत एवं तस्मात्कारणात् यथाबलं स्वशक्त्यनतिक्रमेण मुनिर्योगी आत्मानं दुःखैर्भावयेत् कायक्लेशादिकष्टेः सहाऽऽत्मस्वरूपं भावयेत् कष्टसहोभवन्सदाऽऽत्मस्वरूपं चिन्तयेदित्यर्थः ।।१०२।।

ननु यद्यात्मा शरीरात्सर्वथाभिन्नस्तदा कथमात्मनि चलति नियमेन तच्चलम् तिष्ठति नियमेन तिष्ठेदिति वदन्तं प्रत्याह

શ્લોક ૧૦૨

અન્વયાર્થ :(अदुःखभावितं ज्ञानं) જે જ્ઞાનદુઃખ વિના ભાવવામાં આવે છે, તે (दुःखसनिधौ) ઉપસર્ગાદિ દુઃખો આવી પડતાં (क्षीयते) નાશ પામે છે, (तस्मात्) માટે (मुनिः) મુનિએ અન્તરાત્મા યોગીએ(यथाबलं) પોતાની શરીરાદિથી ભિન્ન ભાવના ભાવવી.

ટીકા :દુઃખ વિના એટલે કાયક્લેશાદિના કષ્ટ વિના સુકુમાર ઉપક્રમથી ભાવવામાં આવેલું અર્થાત્ એકાગ્રતાથી મનમાં વારંવાર ચિંતવેલું જ્ઞાન એટલે શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપનું પરિજ્ઞાન ક્ષય પામે છેક્ષીણ થાય છે. ક્યારે? દુઃખની સન્નિધિમાં (ઉપસ્થિતિમાં)દુઃખો આવી પડતાં, તેટલા માટે યથાશક્તિ એટલે પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા સિવાય મુનિએયોગીએ દુઃખથી આત્માની ભાવના ભાવવી અર્થાત્ કાયક્લેશાદિરૂપ કષ્ટોથી આત્મસ્વરૂપની ભાવના કરવીકષ્ટ સહીને સદા આત્મસ્વરૂપનું ચિંતવન કરવુંએવો અર્થ છે.

ભાવાર્થ :જેમને શરીરાદિની અનુકૂળતામાં યા સાતાશીલપણામાં જ્ઞાનભાવના કરવાની આદત પડી છે, તેમને ઉપસર્ગાદિ આવતાં જ્ઞાનભાવના અચલ રહી શકતી નથી, કારણ કે તેઓ ભૂખ, તરસ, ગરમી, ઠંડી વગેરેની થોડી પણ બાધા સહી શકતા નથી. તેઓ નજીવું સંકટ આવી પડતાં ગભરાઈ જાય છે અને જ્ઞાનભાવનાથી ચલિત થઈ જાય છે; તેથી આચાર્યદેવે આ શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાનભાવનાના અભ્યાસીને ઉચિત છે કે તે અનેક કષ્ટો સહન કરવાની એવી ટેવ પાડે કે કષ્ટો આવી પડે તો પણ તે જ્ઞાનભાવનાથી ચલાયમાન થાય નહિ. ૧૦૨.

જો આત્મા શરીરથી સર્વથા ભિન્ન હોય તો તેના ચાલવાથી શરીર નિયમથી કેમ ચાલે અને તેના ઊભા રહેવાથી તે (શરીર) નિયમથી કેમ ઊભું રહે છે? એમ શંકા કરનાર પ્રતિ કહે છેઃ