૧૭૨સમાધિતંત્ર
नन्वेव प्रसिद्धस्याप्यनाद्यनिधनस्यात्मनो मुक्त्यर्थं दुर्द्धरानुष्ठानक्लेशो व्यर्थो ज्ञानभावनामात्रैणैव मुक्तिसिद्धेरित्याशङ्कयाह —
ભાવાર્થ : — સ્વપ્નમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી તો પણ આત્માના નાશનો ભ્રમ (વિપરીત પ્રતિભાસ) થાય છે; તેમ જાગ્રત – અવસ્થામાં પણ શરીરનો નાશ જોવા છતાં આત્માના વિનાશનો ભ્રમ થાય છે. બંને અવસ્થાઓમાં જે ભ્રમ થાય છે તે સમાન છે. તેમાં કાંઈ તફાવત નથી. પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો સ્વપ્નમાં મનુષ્યના શરીરનો અને તેના આત્માનો નાશ થયો નથી; તેમ જાગ્રત અવસ્થામાં પણ મરણથી મનુષ્યના શરીરનો અને તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી, કારણ કે દરેક દ્રવ્ય સત્ છે. સત્નો કદી નાશ થતો નથી, ફક્ત તેની પર્યાયમાં ફેરફાર થાય છે. એક પર્યાયનો વ્યય, બીજી પર્યાયનો ઉત્પાદ અને તે બંનેમાં દ્રવ્યનું ધ્રૌવ્યરૂપે કાયમ રહેવું – એવી વસ્તુસ્થિતિ છે.
આત્મા એક ચેતન, અમૂર્તિક, અવિનાશી પદાર્થ છે. તેના વિનાશની કલ્પના કરવી એ નિતાન્ત ભ્રમ છે. સંસાર – અવસ્થામાં શરીર સાથે આત્માનો પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ સંયોગ સંબંધ છે, પણ અજ્ઞાનીને તે બંનેનું ભેદવિજ્ઞાન નહિ હોવાથી બંનેને એકરૂપ માને છે; તેથી શરીરરૂપ પુદ્ગલ – પર્યાયનો વ્યય જોઈ તેમાં સંયોગરૂપે રહેલા આત્માનો પણ ભ્રમથી વિનાશ માને છે; પરંતુ ઝૂંપડી બળી જતાં તેમાં રહેલું આકાશ કાંઈ બળી જતું નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી. ૧૦૧.
અનાદિનિધન આત્મા પ્રસિદ્ધ હોવા છતાં તેની મુક્તિ માટે દુર્દ્ધર તપશ્ચરણરૂપ ક્લેશ કરવો વ્યર્થ છે, કારણ કે જ્ઞાનભાવનામાત્રથી જ મુક્તિની સિદ્ધિ છે એવી આશંકા કરી કહે છેઃ — ✽