नन्वात्मना मरणरूपविनाशादुत्तरकालमभावसिद्धेः कथं सर्वदाऽस्तित्वं सिध्येदिति वदन्तं प्रत्याह —
टीका — स्वप्ने स्वप्नावस्थायां दृष्टे विनष्टेऽपि शरीरादौ आत्मनो यथा नाशो नास्ति तथा जागरदृष्टेऽपि जागरे जाग्रदवस्थायां दृष्टे विनष्टेऽपि शरीरादौ आत्मनो नाशो नास्ति । ननु स्वप्नावस्थायां भ्रांतिवशादात्मनो विनाशः प्रतिभातीति चेत्तदेतदन्यत्रापि समानं । न खलु शरीरविनाशे आत्मनो विनाशमभ्रान्ती मन्यते । तस्मादुभयत्राप्यात्मनो विनाशोऽनुपपन्नो विपर्यासाविशेषत् । यथैव हि स्वप्नावस्थायामविद्यमानेऽप्यात्मनो विनाशे विनाशः प्रतिभासत इति विपर्यासः तथा जाग्रदवस्थायामपि ।।१०१।।
મરણરૂપ વિનાશથી ઉત્તરકાલમાં (વિનાશ પછી) આત્માનો અભાવ સિદ્ધ હોય તો તેનું સર્વદા અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? એવું બોલનાર પ્રતિ કહે છેઃ —
અન્વયાર્થ : — (स्वप्ने) સ્વપ્ન – અવસ્થામાં (दृष्टे विनष्टे अपि) પ્રત્યક્ષ જોવામાં આવેલા શરીરાદિકનો નાશ થવા છતાં (यथा) જેમ (आत्मनः) આત્માનો (नाशः न अस्ति) નાશ થતો નથી (यथा) તેમ (जागरदृष्टे अपि) જાગ્રત અવસ્થામાં પણ દેખેલા શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; (विपर्यासाविशेषतः) કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી.
ટીકા : — સ્વપ્નમાં એટલે સ્વપ્ન – અવસ્થામં દેખવામાં આવેલા શરીરાદિનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી, તેમ જાગ્રત અવસ્થામાં પણ દેખવામાં આવેલા શરીરાદિનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી. સ્વપ્ન – અવસ્થામાં ભ્રાન્તિને લીધે આત્માનો વિનાશ પ્રતિભાસે છે એમ શંકા કરવામાં આવે, તો અન્યત્ર પણ (જાગ્રત અવસ્થામાં પણ) તે સમાન છે. ભ્રાન્તિ વિનાનો માણસ, શરીરનો વિનાશ થતાં આત્માનો વિનાશ ખરેખર માનતો નથી. તેથી બંનેમાં (સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થમાં) પણ વિપર્યાસમાં (ભ્રાન્તિમાં) ફેર નહિ હોવાથી (ભ્રાન્તિ સમાન હોવાથી) આત્માનો વિનાશ નહિ હોવા છતાં (તેનો) વિનાશ પ્રતિભાસે છે, તેમ એવી ભ્રાન્તિ જાગ્રત અવસ્થામાં પણ થાય છે.