૧૭૦સમાધિતંત્ર वा योगिनां दुःखं न भवति । आनन्दात्मकस्वरूपसंवित्तौ तेषां तत्प्रभवदुःखसंवेदना-सम्भवात् ।।१००।। કારણ કે આનંદાત્મક સ્વરૂપના સંવેદનમાં તેમને તેનાથી ઉત્પન્ન થતાં દુઃખના વેદનનો અભાવ છે.
ભાવાર્થ : — ‘ચાર્વાકમત’ અનુસાર જીવતત્ત્વ ભૂત જ છે – અર્થાત્ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ – એ ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થાય છે. જો ભૂતચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા શરીરને જ આત્મા માનવામાં આવે, તો શરીરના નાશને જ મોક્ષ માનવાનો પ્રસંગ આવે અને તેથી મોક્ષ અયત્નસાધ્ય રહે; નિર્વાણ માટે અન્ય કોઈ પુરુષાર્થની જરૂર રહે નહિ. માટે શરીરનો નાશ થતાં આત્માનો અભાવ માનવો અને આત્માના અભાવને મોક્ષ માનવો – એવી ચાર્વાકોની જીવાત્મા સંબંધી કલ્પના ભ્રમમૂલક – મિથ્યા છે.
‘સાંખ્યમતાનુસાર’ આત્મા ભૂત જ અર્થાત્ સર્વથા સ્વભાવસિદ્ધ શુદ્ધસ્વરૂપ જ છે. તેને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ માને છે. નિર્વાણ માટે સમ્યક્જ્ઞાન, ધ્યાન, તપાદિરૂપ પુરુષાર્થની તેમને આવશ્યકતા નહિ જણાતી હોવાથી, તેમના મતે મોક્ષ અયત્નસાધ્ય છે. માટે સાંખ્યની કલ્પના પણ યુક્તિસંગત નથી.
‘જૈનમતાનુસાર’ સ્વરૂપ – સંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના દ્રઢ અભ્યાસ દ્વારા સર્વ વિભાવ પરિણતિને હઠાવી શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ નિર્વાણ ‘યત્નસાધ્ય’ છે. અને તેવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરનારને કર્મનો અભાવ સ્વયં થવાથી નિર્વાણની સિદ્ધિ કર્મ અપેક્ષાએ પ્રયત્ન વિના અર્થાત્ ‘અયત્નસાધ્ય’ થાય છે, કેમ કે કર્મ પુદ્ગલ છે. તેની અવસ્થા જીવ કરી શકતો નથી; તેથી તેના અભાવ માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી.
યોગીજનોને, અતિ ઉગ્ર તપ યા ધ્યાનાદિ કરતી વખતે કોઈ પણ પ્રકારનો ખેદ કે દુઃખ થતું નથી, પરંતુ પોતાના લક્ષ્યની સિદ્ધિ થતી જોઈ તપ – ધ્યાનાદિ કરવામાં આનંદ માને છે. તેઓ શરીરને આત્માથી ભિન્ન સમજે છે, તેથી શરીર કૃશ થતાં તેઓ ખેદ ખિન્ન થતા નથી તથા ઉપસર્ગ સમયે પોતાના સામ્યભાવની સ્થિરતાને છોડતા નથી.
‘‘જેમ સુવર્ણ, અગ્નિથી તપાવા છતાં તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયે તપ્ત હોવા છતાં તે પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી.’’૧ ૧૦૦. ૧.જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહિ તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. (૧૮૪)