Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 156 of 170
PDF/HTML Page 185 of 199

 

સમાધિતંત્ર૧૬૯

एतच्छरीरपरित्यागेन विशिष्टावस्थाप्राप्तियोग्यस्यात्मन एव तन्मते अभावादित्यात्मनो मरणरूपविनाशादुत्तरकालमभावः सांख्यमते तु भूतजं सहजं भवनं भूतं शुद्धात्मतत्त्वं तत्र जातं तत्स्वरूपसंवेदकत्वेन लब्धात्मलाभं एवंविधं चित्तत्त्वं यदि तदाऽयत्नसाध्यं निर्वाणं यत्नेन ध्यानानुष्ठानादिना साध्यं न भवति निर्वाणं सदा शुद्धात्मस्वरूपानुभवे सर्वदैवात्मनो निरुपायमुक्तिप्रसिद्धेः अथवा निष्पन्नेतरयोग्यपेक्षया अयत्नेत्यादिवचनम् तत्र निष्पन्नयोग्यपेक्षया चित्तत्त्वं भूतजं स्वभावजं भूतशब्दोऽत्र स्वभाववाची मनोवाक्कायेन्द्रियैरविक्षिप्तमात्मस्वरूपं भूतं तस्मिन् जातं तत्स्वरूपसंवेदकत्वेन लब्ध्यात्मलाभं एवंविधं चित्तत्त्वं यदि तदाऽयत्नसाध्यं निर्वाणं तथाविधमात्मस्वरूपमनुभवतः कर्मबंधाभावतो निर्वाणस्याप्रयाससिद्धत्वात् अथवा अन्यथा प्रारब्धयोग्यपेक्षया भूतजं चित्तत्त्वं न भवति तदा योगतः स्वरूपसंवेदनात्मक- चित्तवृत्तिनिरोधाभ्यासप्रकर्षान्निर्वाणं यत एवं तस्मात्क्वचिदप्यवस्थाविशेषे दुर्धरानुष्ठाने छेदनभेदनादौ


અથવા યત્નથી નિર્વાણ સાધવા યોગ્ય ન રહે. આ શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ્ય આત્માનો તેના મતમાં (ચાર્વાકના મતમાં) અભાવ છે, કેમ કે (તેઓ) મરણરૂપ (શરીરના) વિનાશથી ઉત્તરકાલે આત્માનો અભાવ (માને છે).

‘સાંખ્યમત’માં ભૂત જ એટલે સહજ ભવન તે ભૂત અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વતેમાં ઉત્પન્ન થયેલું તે. તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય, તો નિર્વાણ અયત્નસાધ્ય થાય અર્થાત્ યત્નથી એટલે ધ્યાનના અનુષ્ઠાનાદિથી નિર્વાણ સાધવા યોગ્ય રહેતો નથી, કારણ કે નિત્ય શુદ્ધાત્મસ્વરૂપના અનુભવમાં સર્વદા જ આત્માની નિરુપાય (અયત્નસાધ્ય) મુક્તિ પ્રસિદ્ધ છે.

અથવા (આ શ્લોકમાં) અયત્ન ઇત્યાદિ વચન છે તે નિષ્પન્ન ઇતર યોગીની અપેક્ષાએ છે. ત્યાં નિષ્પન્ન યોગીની અપેક્ષાએ ચિત્તત્વ જો ભૂત જ એટલે સ્વભાવ જ હોય, [ભૂત શબ્દને અહીં સ્વભાવના અર્થમાં સમજવો]અર્થાત્ મન, વાણી, કાયા, ઇન્દ્રિયો, આદિથી અવિક્ષિપ્ત આત્મસ્વરૂપ ભૂત એટલે તેમાં ઉત્પન્ન થયેલું હોય અર્થાત્ તેના સ્વરૂપના સંવેદકપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય, તો નિર્વાણ અયત્નસાધ્ય છે, કારણ કે તેવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરનારને કર્મબંધનો અભાવ હોવાથી નિર્વાણ વગર પ્રયાસે સિદ્ધ છે.

અથવાઅન્ય પ્રકારે પ્રારબ્ધ યોગીની અપેક્ષાએ ભૂત જ ચિત્તત્વ ન હોય, તો યોગદ્વારા સ્વરૂપસંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના પ્રકર્ષ અભ્યાસથી નિર્વાણ થાય, તેથી ક્વચિત્ પણ અવસ્થાવિશેષમાં અર્થાત્ દુર્ધર અનુષ્ઠાનમાં કે છેદનભેદનાદિમાં યોગીઓને દુઃખ ન હોય,