टीका — रूपं शरीरादिरूपं यद् दृश्यते इन्द्रियैः परिच्छिद्यते मया तदचेतनत्वात् उक्तमपि वचनं सर्वथा न जानाति । जानता च समं वचनव्यवहारो युक्तो नान्येनातिप्रसङ्गात् । यच्च जानद् रूपं चेतनमास्वरूपं तन्न दृश्यते इन्द्रियैर्न परिच्छिद्यते । तत एवं ततः केन सह ब्रवीम्यहम् ।।१८।।
અન્વયાર્થ : (मया) મારાવડે (यत् रूपं) જે રૂપ – શરીરાદિરૂપી પદાર્થ (दृश्यते) દેખાય છે (तत्) તે – અચેતન પદાર્થ (सर्वथा) સર્વથા (न जानाति) કોઈને જાણતો નથી અને (जानत् रूपं) જે જાણવાવાળો ચૈતન્યરૂપ આત્મા છે તે (न दृश्यते) દેખાતો નથી. (ततः) તો (अहं) હું (केन) કોની સાથે (बव्रीमि) બોલું – વાતચીત કરું?
ટીકા : રૂપ એટલે શરીરાદિરૂપ જે દેખાય છે અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા મારાથી જણાય છે, તે અચેતન (જડ) હોવાથી (મારા) બોલેલા વચનને પણ સર્વથા જાણતું નથી; જે જાણતો હોય (સમજતો હોય) તેની સાથે વચન – વ્યવહાર યોગ્ય છે; બીજાની સાથે (વચન – વ્યવહાર) યોગ્ય નથી કારણ કે અતિ પ્રસંગ આવે છે, અને જે રૂપ અર્થાત્ ચેતન – આત્મસ્વરૂપ – જાણે છે તે તો ઇન્દ્રિયોદ્વારા દેખાતું નથી – જણાતું નથી; જો એમ છે તો હું કોની સાથે બોલું?
ભાવાર્થ : જે શરીરાદિરૂપી પદાર્થો ઇન્દ્રિયોથી દેખાય છે તે અચેતન હોવાથી બોલેલું વચન સર્વથા જાણતા નથી – સમજતા નથી અને જેનામાં જાણવાની શક્તિ છે તે ચૈતન્યસ્વરૂપ આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિયોદ્વારા દેખાતો નથી; તેથી અંતરાત્મા વિચારે છે કે ‘કોઈની સાથે બોલવું યા વચન – વ્યવહારની પ્રવૃત્તિ કરવી તે નિરર્થક છે, કારણ જે પરનું જાણવાવાળું ચૈતન્ય – દ્રવ્ય છે તે તો મને દેખાતું નથી અને ઇન્દ્રિયોદ્વારા જે રૂપી શરીરાદિક જડ પદાર્થો દેખાય છે તે ચેતનારહિત હોવાથી કાંઈ પણ જાણતા નથી; તો હું કોની સાથે વાત કરું? કોઈની પણ સાથે વાતચીત કરવાનું બનતું નથી, માટે હવે તો મારે મારા સ્વરૂપમાં રહેવું ✽