૪૨સમાધિતંત્ર
एवं बहिर्विकल्पं परित्यज्यान्तर्विकल्पं परित्याजयन्नह –
એ યોગ્ય છે, પરંતુ બોલવાનો વિકલ્પ (રાગ) કરવો તે યોગ્ય નથી.’’
આ શ્લોકમાં આચાર્યે વિભાવ – ભાવરૂપ બાહ્ય વિકલ્પ – જાળથી છૂટવા માટે એક ઉત્તમ ઉપાય દર્શાવ્યો છે.
કોઈની સાથે બોલવું એ વ્યવહાર કથન છે. નિશ્ચયનયની દ્રષ્ટિએ કોઈ જીવ બોલી શકતો જ નથી. જે વાણી નીકળે છે તે ભાષાવર્ગણારૂપ પુદ્ગલોનું વચનરૂપ પરિણમન છે. તે આત્માનું કાર્ય નથી. તે કાર્યમાં અજ્ઞાન દશામાં જીવનો બોલવાનો વિકલ્પ (ઇચ્છા) નિમિત્તમાત્ર છે. વિકલ્પ અને વાણી એ બંનેમાં નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે. વિકલ્પના કારણે વાણી નીકળે છે એમ નથી અને વાણી નીકળી એટલે વિકલ્પ થયો એમ પણ નથી. અજ્ઞાનીને આ વાતની સમજણ નથી, તેથી તે એમ માને છે કે, ‘મેં બોલવાની ઇચ્છા કરી એટલે વાણી નીકળી,’ પરંતુ તાત્ત્વિક દ્રષ્ટિએ વિચારતાં એ સત્ય નથી. ભાષાવર્ગણાનું વાણીરૂપે પરિણમન તેના કારણે છે, સ્વતંત્ર છે; ઇચ્છાથી તે નિરપેક્ષ છે; છતાં ‘હું બોલું છું’ એમ માનવામાં તે જીવ અને અજીવ તત્ત્વોની એકતા – બુદ્ધિ કરે છે. આવી ઊંધી માન્યતાને લીધે તેને અનંત સંસારના કારણભૂત અનંતાનુબંધી કષાય થયા વગર રહેતો નથી.
જ્ઞાનીને અસ્થિરતાના કારણે બોલવાનો વિકલ્પ આવે, પણ સ્વભાવની દ્રષ્ટિએ તેના અભિપ્રાયમાં તે વિકલ્પનો તેને નિષેધ વર્તે છે, કારણ કે તે જાણે છે કે વિકલ્પ એ રાગ છે, તે આત્માનું સ્વરૂપ નથી, તે તેનાથી ભિન્ન છે.
માટે કોઈની સાથે વાત કરવાનો વિકલ્પ કરવો તે દોષ છે. આવી સમજણપૂર્વક જે સ્વરૂપમાં લીનતારૂપ મૌન સેવે છે તેને જ સાચી વચન – ગુપ્તિ છે. આવી વચન – ગુપ્તિથી અંતર્બાહ્ય વચનપ્રવૃત્તિનો સ્વયં નાશ થાય છે. ૧૮.
એવી રીતે બાહ્ય વિકલ્પોનો પરિત્યાગ કરીને આભ્યન્તર વિકલ્પોને છોડાવતાં કહે છેઃ —