भूयमानासङ्गतया भावेन्द्रियावगृह्यमाणान् स्पर्शादीनिन्द्रियार्थांश्च सर्वथा स्वतः पृथक्करणेन
विजित्योपरतसमस्तज्ञेयज्ञायकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षो-
द्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन
सर्वेभ्यो द्रव्यान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितेन्द्रियो जिन इत्येका
निश्चयस्तुतिः ।
अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण —
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं ।
तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति ।।३२।।
અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઇંદ્રિયોના વિષયભૂત
પદાર્થોનું જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત
પદાર્થો — એ ત્રણેને જીતીને, જ્ઞેયજ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી
એકત્વમાં ✽ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના
આત્માને અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતેન્દ્રિય જિન’ છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં
નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની
(સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો), પ્રત્યક્ષ
ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃસિદ્ધ અને પરમાર્થસત્ — એવો
ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે
આત્મા — એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી
ભિન્નપણું જાણ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું.)
હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી (નિશ્ચય) સ્તુતિ કહે છેઃ —
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
✽ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૬૯