जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं ।
तं खलु जिदिंदियं ते भणंति जे णिच्छिदा साहू ।।३१।।
य इन्द्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम् ।
तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः ।।३१।।
यः खलु निरवधिबन्धपर्यायवशेन प्रत्यस्तमितसमस्तस्वपरविभागानि निर्मलभेदाभ्यासकौश-
लोपलब्धान्तःस्फु टातिसूक्ष्मचित्स्वभावावष्टम्भबलेन शरीरपरिणामापन्नानि द्रव्येन्द्रियाणि, प्रति-
विशिष्टस्वस्वविषयव्यवसायितया खण्डशः आकर्षन्ति प्रतीयमानाखण्डैकचिच्छक्तितया भावेन्द्रियाणि,
ग्राह्यग्राहकलक्षणसम्बन्धप्रत्यासत्तिवशेन सह संविदा परस्परमेकीभूतानिव चिच्छक्तेः स्वयमेवानु-
જીતી ઇંદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
ગાથાર્થઃ — [यः] જે [इन्द्रियाणि] ઇંદ્રિયોને [जित्वा] જીતીને [ज्ञानस्वभावाधिकं]
જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [आत्मानम्] આત્માને [जानाति] જાણે છે [तं] તેને,
[ये निश्चिताः साधवः] જે નિશ્ચયનયમાં સ્થિતિ સાધુઓ છે [ते] તેઓ, [खलु] ખરેખર
[जितेन्द्रियं] જિતેંદ્રિય [भणन्ति] કહે છે.
ટીકાઃ — (જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો — એ
ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ
નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ
અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો
નથી) એવી શરીરપરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી
પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી
જુદી કરી; એ, દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ
વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે) એવી ભાવેન્દ્રિયોને,
પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ,
ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન
(જ્ઞાન) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં
આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્શાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ
૬૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-