કહાનજૈનશાસ્ત્રમાળા ]
– इति नगरे वर्णितेऽपि राज्ञः तदधिष्ठातृत्वेऽपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावाद्वर्णनं न स्यात् ।
– इति शरीरे स्तूयमानेऽपि तीर्थकरकेवलिपुरुषस्य तदधिष्ठातृत्वेऽपि सुस्थितसर्वाङ्गत्व- लावण्यादिगुणाभावात्स्तवनं न स्यात् ।
अथ निश्चयस्तुतिमाह । तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत् —
શ્લોકાર્થઃ — [इदं नगरम् हि] આ નગર એવું છે કે જેણે [प्राकार-कवलित-अम्बरम्] કોટ વડે આકાશને ગ્રસ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [उपवन-राजी-निगीर्ण-भूमितलम्] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [परिखावलयेन पातालम् पिबति इव] કોટની ચારે તરફ ખાઈનાં ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). ૨૫.
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઈ-આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્તવન કર્યે તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [जिनेन्द्ररूपं परं जयति] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [नित्यम्-अविकार-सुस्थित-सर्वाङ्गम्] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, [अपूर्व-सहज-लावण्यम्] જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [समुद्रं इव अक्षोभम्] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ૨૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.
હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરી (નિશ્ચય) સ્તુતિ કહે છેઃ —