૬૬
कार्तस्वरगुणस्य व्यपदेशेनैव कार्तस्वरस्य व्यपदेशात्; तथा तीर्थकरकेवलिपुरुषस्य शरीरगुणस्य शुकॢलोहितत्वादेरभावान्न निश्चयतस्तत्स्तवनेन स्तवनं, तीर्थकरकेवलिपुरुषगुणस्य स्तवनेनैव तीर्थकर-केवलिपुरुषस्य स्तवनात् ।
કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यथा] જેમ [नगरे] નગરનું [वर्णिते अपि] વર્ણન કરતાં છતાં [राज्ञः वर्णना] રાજાનું વર્ણન [न कृता भवति] કરાતું (થતું) નથી, તેમ [देहगुणे स्तूयमाने] દેહના ગુણનું સ્તવન કરતાં [केवलिगुणाः] કેવળીના ગુણોનું [स्तुताः न भवन्ति] સ્તવન થતું નથી.
ટીકાઃ — ઉપરના અર્થનું (ટીકામાં) કાવ્ય કહે છેઃ —