पुरुष इत्यस्ति स्तवनम् । निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव ।
तथाहि —
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो ।
केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि ।।२९।।
तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः ।
केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति ।।२९।।
यथा कार्तस्वरस्य कलधौतगुणस्य पाण्डुरत्वस्याभावान्न निश्चयतस्तद्वयपदेशेन व्यपदेशः,
ભાવાર્થઃ — અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર
જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તરઃ — વ્યવહારનય સર્વથા
અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો
આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત
ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા
દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.
ઉપરની વાતને ગાથાથી કહે છેઃ —
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.
ગાથાર્થઃ — [तत्] તે સ્તવન [निश्चये] નિશ્ચયમાં [न युज्यते] યોગ્ય નથી [हि] કારણ
કે [शरीरगुणाः] શરીરના ગુણો [केवलिनः] કેવળીના [न भवन्ति] નથી; [यः] જે [केवलिगुणान्]
કેવળીના ગુણોની [स्तौति] સ્તુતિ કરે છે [सः] તે [तत्त्वं] પરમાર્થથી [केवलिनं] કેવળીની [स्तौति]
સ્તુતિ કરે છે.
ટીકાઃ — જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી
સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના
નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુક્લ-રક્તપણું વગેરે, તેમનો
તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુક્લ-રક્તપણું વગેરે ગુણોનું સ્તવન
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૬૫
9