Samaysar (Gujarati). Gatha: 28.

< Previous Page   Next Page >


Page 64 of 642
PDF/HTML Page 95 of 673

 

૬૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथाहि
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी
मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।।२८।।
इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः
मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान् ।।२८।।

यथा कलधौतगुणस्य पाण्डुरत्वस्य व्यपदेशेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य व्यवहारमात्रेणैव पाण्डुरं कार्तस्वरमित्यस्ति व्यपदेशः, तथा शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहारमात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलि-

માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.

ભાવાર્થવ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે છે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.

આ જ વાત હવેની ગાથામાં કહે છે

જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ
માને પ્રભુ કેવળી તણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.

ગાથાર્થ[जीवात् अन्यत्] જીવથી ભિન્ન [इदम् पुद्गलमयं देहं] આ પુદ્ગલમય દેહની [स्तुत्वा] સ્તુતિ કરીને [मुनिः] સાધુ [मन्यते खलु] એમ માને છે કે [मया] મેં [केवली भगवान्] કેવળી ભગવાનની [स्तुतः] સ્તુતિ કરી, [वन्दितः] વંદના કરી.

ટીકાજેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ’ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુક્લ-રક્તપણું તીર્થંકર- કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુક્લ-રક્તપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું ‘શુક્લ-રક્ત તીર્થંકર-કેવળીપુરુષ’ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.