Samaysar (Gujarati). Gatha: 27.

< Previous Page   Next Page >


Page 63 of 642
PDF/HTML Page 94 of 673

 

background image
नैवं, नयविभागानभिज्ञोऽसि
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को
ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ।।२७।।
व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः
न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः ।।२७।।
इह खलु परस्परावगाढावस्थायामात्मशरीरयोः समावर्तितावस्थायां कनककलधौतयोरेक-
स्कन्धव्यवहारवद्वयवहारमात्रेणैवैकत्वं, न पुनर्निश्चयतः, निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोग-
स्वभावयोः कनककलधौतयोः पीतपाण्डुरत्वादिस्वभावयोरिवात्यन्तव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्तेः
नानात्वमेवेति
एवं हि किल नयविभागः ततो व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमुपपन्नम्
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ
પ્રમાણે છે એમ ગાથામાં કહે છે
જીવ-દેહ બન્ને એક છેવ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.
ગાથાર્થ[व्यवहारनयः] વ્યવહારનય તો [भाषते] એમ કહે છે કે [जीवः देहः च]
જીવ અને દેહ [एकः खलु] એક જ [भवति] છે; [तु] પણ [निश्चयस्य] નિશ્ચયનયનું કહેવું
છે કે [जीवः देहः च] જીવ અને દેહ [कदा अपि] કદી પણ [एकार्थः] એક પદાર્થ
[न] નથી.
ટીકાજેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો
વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી
એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ
નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ
અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી
એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ
જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની
પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૬૩