यदि जीवो न शरीरं तीर्थकराचार्यसंस्तुतिश्चैव ।
सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः ।।२६।।
यदि य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यं न भवेत्तदा —
(शार्दूलविक्रीडित)
कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये ।
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ।।२४।।
— इत्यादिका तीर्थकराचार्यस्तुतिः समस्तापि मिथ्या स्यात् । ततो य एवात्मा तदेव शरीरं
पुद्गलद्रव्यमिति ममैकान्तिकी प्रतिपत्तिः ।
ગાથાર્થઃ — અપ્રતિબુદ્ધ કહે છે કેઃ [यदि] જો [जीवः] જીવ છે તે [शरीरं न] શરીર
નથી તો [तीर्थकराचार्यसंस्तुतिः] તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે [सर्वा अपि] બધીયે
[मिथ्या भवति] મિથ્યા (જૂઠી) થાય છે; [तेन तु] તેથી અમે સમજીએ છીએ કે [आत्मा] આત્મા
તે [देहः च एव] દેહ જ [भवति] છે.
ટીકાઃ — જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો
તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છેઃ —
શ્લોકાર્થઃ — [ते तीर्थेश्वराः सूरयः वन्द्याः] તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે
તે? [ये कान्त्या एव दशदिशः स्नपयन्ति] પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધુએ છે
— નિર્મળ કરે છે, [ये धाम्ना उद्दाम-महस्विनां धाम निरुन्धन्ति] પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા
સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, [ये रूपेण जनमनः मुष्णन्ति] પોતાના રૂપથી લોકોનાં મન હરી
લે છે, [दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના)
કાનોમાં સાક્ષાત્ સુખ-અમૃત વરસાવે છે અને [अष्टसहस्रलक्षणधराः] એક હજાર ને આઠ
લક્ષણોને ધારણ કરે છે, — એવા છે. ૨૪.
— ઇત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો
એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે
કહ્યું.
૬૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-