तत्त्वज्ञानज्योतिर्नेत्रविकारीव प्रकटोद्घाटितपटलष्टसितिप्रतिबुद्धः (?) साक्षात् द्रष्टारं स्वं स्वयमेव
हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकामः स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति
पृच्छन्नित्थं वाच्यः —
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं ।
तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।।३४।।
सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा ।
तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम् ।।३४।।
यतो हि द्रव्यान्तरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभाव-
भावाव्याप्यतया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति स एव पश्चात्प्रत्याचष्टे,
સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઈ પુરુષનાં
નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટ્યો ત્યારે
જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી
પ્રતિબુદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી,
તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું
પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?’ તેને આચાર્ય આ પ્રમાણે કહે છેઃ —
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
ગાથાર્થઃ — [यस्मात्] જેથી [सर्वान् भावान्] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો [परान्] પર
છે’ [इति ज्ञात्वा] એમ જાણીને [प्रत्याख्याति] પ્રત્યાખ્યાન કરે છે — ત્યાગે છે, [तस्मात्] તેથી,
[प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [ज्ञानं] જ્ઞાન જ છે [नियमात्] એમ નિયમથી [ज्ञातव्यम्] જાણવું.
પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકાઃ — આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય
સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, ત્યાગે
છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી — એમ
૭૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-