Samaysar (Gujarati). Gatha: 36.

< Previous Page   Next Page >


Page 77 of 642
PDF/HTML Page 108 of 673

 

background image
अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्कय भावकभावविवेकप्रकारमाह
णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेक्को
तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।।३६।।
नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः
तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति ।।३६।।
इह खलु फलदानसमर्थतया प्रादुर्भूय भावकेन सता पुद्गलद्रव्येणाभिनिर्वर्त्य-
શ્લોકાર્થ[अपर-भाव-त्याग-दृष्टान्त-दृष्टिः] આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ,
[अनवम् अत्यन्त-वेगात् यावत् वृत्तिम् न अवतरति] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં
સુધી પ્રવૃત્તિને પામે નહિ, [तावत्] તે પહેલાં જ [झटिति] તત્કાળ [सकल-भावैः अन्यदीयैः
विमुक्ता] સકલ અન્યભાવોથી રહિત [स्वयम् इयम् अनुभूतिः] પોતે જ આ અનુભૂતિ તો
[आविर्बभूव] પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થઆ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત
અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ
છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯.
હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?’ એવી આશંકા કરીને,
પ્રથમ તો જે ભાવકભાવમોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.
ગાથાર્થ[बुध्यते] એમ જાણે કે [मोहः मम कः अपि नास्ति]મોહ મારો કાંઈ
પણ સંબંધી નથી, [एकः उपयोगः एव अहम्] એક ઉપયોગ છે તે જ હું છું[ तं ] એવું
જે જાણવું તેને [समयस्य] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [विज्ञायकाः] જાણનારા
[मोहनिर्ममत्वं] મોહથી નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાનિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને
આ ગાથાનો અર્થ આમ પણ થાય છેજરાય મોહ મારો નથી, હું એક છું’ એવું ઉપયોગ
જ (આત્મા જ) જાણે તે ઉપયોગને (આત્માને) સમયના જાણનારા મોહ પ્રત્યે નિર્મમ (મમતા
વિનાનો) કહે છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૭૭