Samaysar (Gujarati). Kalash: 29.

< Previous Page   Next Page >


Page 76 of 642
PDF/HTML Page 107 of 673

 

background image
शयानः स्वयमज्ञानी सन्नन्येन तदञ्चलमालम्ब्य बलान्नग्नीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वार्पय
परिवर्तितमेतद्वस्त्रं मामकमित्यसकृद्वाक्यं शृण्वन्नखिलैश्चिह्नैः सुष्ठु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति
ज्ञात्वा ज्ञानी सन्
मुञ्चति तच्चीवरमचिरात्, तथा ज्ञातापि सम्भ्रान्त्या परकीयान्भावा-
नादायात्मीयप्रतिपत्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो
मंक्षु प्रतिबुध्यस्वैकः खल्वयमात्मेत्यसकृच्छ्रौतं वाक्यं शृण्वन्नखिलैश्चिह्नैः सुष्ठु परीक्ष्य निश्चितमेते
परभावा इति ज्ञात्वा ज्ञानी सन्
मुञ्चति सर्वान्परभावानचिरात्
(मालिनी)
अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगा-
दनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः
झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव
।।२९।।
ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ
રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે ‘તું
શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે’, ત્યારે
વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને,
‘જરૂર આ વસ્ત્ર પારકું જ છે’ એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી
ત્યાગે છે. તેવી રીતે
જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી,
પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ
પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે ‘તું શીઘ્ર જાગ,
સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો
છે),’ ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી
સારી રીતે પરીક્ષા કરીને, ‘જરૂર આ પરભાવો જ છે, (હું એક જ્ઞાનમાત્ર જ છું)’ એમ
જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.
ભાવાર્થજ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે;
અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું
રહે
? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
૭૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-