(स्वागता)
सर्वतः स्वरसनिर्भरभावं
चेतये स्वयमहं स्वमिहैकम् ।
नास्ति नास्ति मम कश्चन मोहः
शुद्धचिद्घनमहोनिधिरस्मि ।।३०।।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्र-
चक्षुर्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ।
अथ ज्ञेयभावविवेकप्रकारमाह —
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को ।
तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।।३७।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ इह ] આ લોકમાં [ अहं ] હું [ स्वयं ] પોતાથી જ [ एकं स्वं ] પોતાના
એક આત્મસ્વરૂપને [ चेतये ] અનુભવું છું [ सर्वतः स्व-रस-निर्भर-भावं ] કે જે સ્વરૂપ
સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે
[ मोहः ] આ મોહ [ मम ] મારો [ कश्चन नास्ति नास्ति ] કાંઈ પણ લાગતોવળગતો નથી
અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. [ शुद्ध-चिद्-घन-महः-निधिः अस्मि ] હું તો
શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું. (ભાવકભાવના ભેદ વડે આવું અનુભવન
કરે.) ૩૦.
એવી જ રીતે, ગાથામાં ‘મોહ’ પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા,
લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન — એ સોળ પદનાં
જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ —
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું,
– એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૭૯