Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 80 of 642
PDF/HTML Page 111 of 673

 

background image
नास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः
तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति ।।३७।।
अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि स्वरसविजृम्भितानिवारितप्रसरविश्व-
घस्मरप्रचण्डचिन्मात्रशक्तिकवलिततयात्यन्तमन्तर्मग्नानीवात्मनि प्रकाशमानानि टङ्कोत्कीर्णैकज्ञायक-
स्वभावत्वेन तत्त्वतोऽन्तस्तत्त्वस्य तदतिरिक्तस्वभावतया तत्त्वतो बहिस्तत्त्वरूपतां परित्यक्तुम-
शक्यत्वान्न नाम मम सन्ति
किञ्चैतत्स्वयमेव च नित्यमेवोपयुक्तस्तत्त्वत एवैकमनाकुलमात्मानं
कलयन् भगवानात्मैवावबुध्यते यत्किलाहं खल्वेकः ततः संवेद्यसंवेदकभावमात्रोपजातेतरेतर-
संवलनेऽपि परिस्फु टस्वदमानस्वभावभेदतया धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि प्रति
ગાથાર્થ[बुध्यते] એમ જાણે કે [धर्मादिः] ‘આ ધર્મ આદિ દ્રવ્યો [मम नास्ति] મારાં
કાંઈ પણ લાગતાંવળગતાં નથી, [एकः उपयोगः एव] એક ઉપયોગ છે તે જ [अहम्] હું છું’
[तं] એવું જે જાણવું તેને [समयस्य विज्ञायकाः] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના
જાણનારા [धर्मनिर्ममत्वं] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાપોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો
ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ
ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં
હોય
જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ
ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવએ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ
કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા
સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (
કેમ કે
પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી). વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય
ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ
જાણે છે કે
હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, જ્ઞેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે
પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ,
અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના
એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત
આ ગાથાનો અર્થ આમ પણ થાય છેધર્મ આદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું’ એવું ઉપયોગ
જ જાણે, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે.
૮૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-