मात्मानं ज्ञात्वा श्रद्धायानुचर्य च सम्यगेकात्मारामो भूतः स खल्वहमात्मात्मप्रत्यक्षं चिन्मात्रं
ज्योतिः, समस्तक्रमाक्रमप्रवर्तमानव्यावहारिकभावैश्चिन्मात्राकारेणाभिद्यमानत्वादेकः, नारकादि-
जीवविशेषाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणव्यावहारिकनवतत्त्वेभ्यष्टङ्कोत्कीर्णैकज्ञायकस्वभाव-
भावेनात्यन्तविविक्तत्वाच्छुद्धः, चिन्मात्रतया सामान्यविशेषोपयोगात्मकतानतिक्रमणाद्दर्शनज्ञानमयः,
स्पर्शरसगन्धवर्णनिमित्तसंवेदनपरिणतत्वेऽपि स्पर्शादिरूपेण स्वयमपरिणमनात्परमार्थतः सदैवारूपी,
इति प्रत्यगयं स्वरूपं सञ्चेतयमानः प्रतपामि
સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને
દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને
જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (
કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા
અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નારક આદિ
જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે
વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું
માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે
હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા
છતાં પણ સ્પર્શાદિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી