अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः ।
(शार्दूलविक्रीडित)
जीवाजीवविवेकपुष्कलद्रशा प्रत्याययत्पार्षदान्
आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फु टत् ।
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत् ।।३३।।
હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય — એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે.
ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે
કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે
પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે — એ અર્થરૂપ કાવ્ય
કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ज्ञानं] જ્ઞાન છે તે [मनो ह्लादयत् ] મનને આનંદરૂપ કરતું [विलसति]
પ્રગટ થાય છે. કેવું છે તે? [पार्षदान्] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [जीव-
अजीव-विवेक-पुष्कल-दृशा] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે
[प्रत्याययत् ] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [आसंसार-निबद्ध-बन्धन-विधि-ध्वंसात्]
અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [विशुद्धं]
વિશુદ્ધ થયું છે, [स्फु टत् ] સ્ફુટ થયું છે – જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી
તે કેવું છે? [आत्म-आरामम्] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના
આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [अनन्तधाम] જેનો પ્રકાશ
અનંત છે; [अध्यक्षेण महसा नित्य-उदितं] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે?
[धीरोदात्तम्] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ) છે અને તેથી [अनाकुलं] અનાકુળ છે — સર્વ ઇચ્છાઓથી
-૧-
જીવ-અજીવ અધિકાર